દુબઇ, તા.17: ભારતીય મહિલા ટીમની સ્ટાર બેટર સ્મૃતિ મંધાના નવા આઇસીસી વન ડે બેટિંગ ક્રમાંકમાં ફરી ટોચના સ્થાને પહોંચી છે. સ્મૃતિ મંધાના વર્ષ 2019 બાદ ફરી મહિલા વન ડે બેટિંગ ક્રમાંકમાં નંબર વન બેટર બની છે. આઇસીસીએ આજે મહિલા વન ડે ક્રમાંક ફેરફાર સાથે જાહેર કર્યાં છે. જેમાં દ. આફ્રિકી બેટર અને કેપ્ટન લોરા વુલફાર્ટને 19 પોઇન્ટનું નુકસાન થયું છે. જેનો ફાયદો સ્મૃતિ મંધાનાને થયો છે અને તે બીજા નંબર પરથી પહેલા નંબર પર આવી ગઇ છે. તેણીએ 6 વર્ષ પછી ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.
સ્મૃતિ
મંધાના પાછલા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં છે. શ્રીલંકા-આફ્રિકા સાથેની ત્રિકોણીય
શ્રેણીમાં તેણીએ સદી ફટકારી હતી. જે તેની કેરિયરની 11મી સદી હતી. આ સદીને લીધે સ્મૃતિને
નંબર વન પર પહોંચવાનો ફાયદો મળ્યો છે. લોરા વુલફાર્ટ હવે ઇંગ્લેન્ડની નેટ સીવર બ્રંટ
સાથે સંયુક્તરૂપે બીજા સ્થાને છે. ઇંગ્લેન્ડની સોફી એકલેસટન હજુ પણ વન ડેની નંબર વન
બોલર છે.