• બુધવાર, 24 જૂન, 2026

દાયકામાં ભારત વર્ષે 500-600 જહાજો તોડી પાડવાની સ્થિતિમાં મંદીની ચર્ચા વચ્ચે ભારતમાં સૌથીવધારે સંખ્યામાં જહાજો તોડાયા

રાજકોટ, તા.23 (ફૂલછાબ ન્યૂઝ) : જહાજોની ઘટતી જતી સંખ્યાને લીધે અલંગમાં મંદીની વાતો વચ્ચે ભારત 2026માં વિશ્વનું ટોચનું રિસાયક્લિંગ રાષ્ટ્ર બન્યું છે. મેરિટાઇમ વિઝન 2030 હેઠળ સમય કરતા વહેલો આ દરજ્જો મળ્યો છે. અંકટાડના અહેવાલ પ્રમાણે વૈશ્વિક જહાજ રિસાયક્લિંગમાં ભારતનો હિસ્સો 2024 માં 30.1 ટકાથી વધીને 2025 માં 35.4 ટકા થયો છે.

બાલ્ટિક અને ઇન્ટરનેશનલ મેરીટાઇમ કાઉન્સિલના અંદાજ મુજબ, આગામી દાયકામાં વૈશ્વિક સ્તરે 16,000થી વધુ જહાજોનું રિસાયકલ થવાની ધારણા છે. 35.4 ટકાના વર્તમાન બજાર હિસ્સા સાથે, ભારત તેની ક્ષમતામાં વધારો કરવાનું ચાલુ રાખીને વાર્ષિક અંદાજે 500-600 જહાજોનું રિસાયકલ કરવાની સ્થિતિમાં છે.

ભારતમાં શિપ રિસાયક્લિંગનું પ્રમાણ 2025માં ઝડપથી વધીને 2.99 મિલિયન ગ્રોસ ટન થયું, જે પાછલા વર્ષના 1.86 મિલિયન ગ્રોસ ટનથી 60 ટકા વધારે છે. અલંગમાં 2025માં જહાજોની સંખ્યામાં હળવો વધારો થયો હતો. જોકે ટનેજની દૃષ્ટિએ ભારત આગળ નીકળી ગયો છે. શિપીંગ મંત્રાલયની નોંધ પ્રમાણે 

સરકારે ભારતના જહાજ રિસાયક્લિંગ માળખાને હોંગકોંગ ઇન્ટરનેશનલ કન્વેન્શન ફોર ધ સેફ એન્ડ એન્વાયર્નમેન્ટલી સાઉન્ડ રિસાયક્લિંગ ઓફ શિપ્સ સાથે સંરેખિત કરવા માટે રિસાયક્લિંગ ઓફ શિપ્સ એક્ટ, 2019 લાગુ કર્યો, જેને ભારતે 2019 માં બહાલી આપી હતી. તેનો ફાયદો મળ્યો છે. રિસાયક્લિંગ યાર્ડ્સને આધુનિક બનાવવા માટે રૂ. 53.5 કરોડની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે, જેનાથી 115 સુવિધાઓ હોંગકોંગ કન્વેન્શન ધોરણોનું પાલન કરી શકે છે. મંત્રાલયે શિપ-બ્રાકિંગ ક્રેડિટ નોટ યોજના પણ રજૂ કરી છે જે હેઠળ જહાજ માલિકોને રિસાયકલ કરેલા જહાજોના ક્રેપ મૂલ્યના 40% જેટલી ક્રેડિટ નોટ્સ મળે છે. તેનો પણ ફાયદો શીપ બ્રેકરોને થયો છે.  

ઇ-પેપરના નવા શુલ્ક