સિંધુ જળ સંધિ મામલે પોકળ ધમકીનો જવાબ આપતાં ભારતે કહ્યું, પોતાની નિષ્ફળતા છુપાવવા પાક. કરે છે પ્રયાસો
નવી
દિલ્હી, તા. 23 : પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફના ભારતને યુદ્ધની ધમકી આપતા
નિવેદન અને સિંધુ જળ સંધિ વિશે ભારતે કડક વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા
રણધીર જયસ્વાલે કહ્યું કે પાકિસ્તાન પોતાની નિષ્ફળતાઓ છુપાવવા અને માનવાધિકાર ઉલ્લંઘન
પરથી ધ્યાન હટાવવા માટે આવા નિવેદનો કરે છે. તેમણે કહ્યું કે ભારત આ બનાવટી દાવાઓને
સખત રીતે નકારે છે. તેમણે પીઓકેમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને પાકિસ્તાન સરકારની
ખોટી નીતિઓ તરફ પણ વિશ્વનું ધ્યાન દોર્યું હતું. જયસ્વાલે કહ્યું કે, ‘પાકિસ્તાનના
ગેરકાયદેસર રીતે કબજા હેઠળના પ્રદેશોમાં વિરોધ પ્રદર્શનો દાયકાઓથી ચાલી આવતી સરકારી
નીતિઓનું પરિણામ છે. આ નીતિઓમાં આર્થિક શોષણ, મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન અને વહીવટીતંત્ર
દ્વારા નાગરિકો પર દમનનો સમાવેશ થાય છે. જવાબમાં, પાકિસ્તાની સરકારે પોલીસ બર્બરતાનો
આશરો લીધો છે, આવશ્યક ચીજવસ્તુઓ અને દવાઓનો પુરવઠો અવરોધિત કર્યો છે, ઇન્ટરનેટ બંધ
કર્યું છે અને નિ:શસ્ત્ર નાગરિકો પર ઘાતક હુમલાઓનો આશરો લીધો છે.’ ભારતે સિંધુ જળ સંધિ (આઈડબલ્યુટી) પર પોતાના વલણને
પુનરાવર્તિત કરતાં સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન સંપૂર્ણપણે અને વિશ્વસનીય
રીતે સરહદ પાર આતંકવાદ બંધ ન કરે ત્યાં સુધી આ સંધિ સ્થગિત જ રહેશે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું
હતું કે જો પાકિસ્તાનને લાગશે કે તેની જળ સુરક્ષા જોખમમાં છે તો તે ભારત સામે લશ્કરી
કાર્યવાહી કરવાથી પાછળ રહેશે નહીં.
આપણાં
બધાં 36 રાફેલ સલામત
પાકિસ્તાનનું
જૂઠાણું ફરી ઉઘાડું : વાયુસેનાએ ટેન્ડર દસ્તાવેજ કર્યા જાહેર
નવી
દિલ્હી, તા. 23 : પાકિસ્તાને ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય વાયુસેનાના રાફેલ ફાઇટર
જેટનો નાશ થયો હોવાના અનેક ખોટા દાવા કર્યા હતા. હવે, આ દાવાઓનો પર્દાફાશ થયો છે. ભારતીય
વાયુસેનાના તાજેતરના સત્તાવાર દસ્તાવેજમાં એવું સૂચવવામાં આવ્યું નથી કે આ ઓપરેશન દરમિયાન
કોઈ ભારતીય રાફેલ ફાઇટર જેટનો નાશ થયો હતો.
વાયુસેનાએ રાફેલ કાફલા માટે જાળવણી અને સંચાલન સહાય માટે ફ્રેન્ચ કંપની દસોલ્ટ
એવિએશન અને તેના સહયોગી ભાગીદારોને 36 રાફેલ
ફાઇટર જેટ માટે આ વિમાનો માટે બ્રિજ સપોર્ટની જરૂર છે.