લંડન તા.23: એફઆઇએચ પ્રો લીગના મેચમાં ભારતીય હોકી ટીમનો પરંપરાગત હરીફ પાકિસ્તાન વિરૂધ્ધ 4-3 ગોલથી રોમાંચક વિજય થયો હતો. ભારતીય પુરુષ હોકી ટીમે પાકિસ્તાન વિરૂધ્ધ દબદબો કાયમ રાખીને પાછલા 10 વર્ષથી એક પણ મેચ હારી નથી. પાછલા 18 મેચથી અપરાજિત ક્રમ ચાલુ છે. આજના પાક. સામેના મેચમાં ભારત તરફથી અભિષેકે 22મી, નિલાકાંત શર્માએ 24મી, સુખજીત સિંઘે 40મી અને રજિંદર સિંઘે પ2મી મિનિટે ગોલ કર્યાં હતા. જયારે પાકિસ્તાન તરફથી અહમદ નદીમે 8મી, અબુ મહમૂદે પ3મી અને મોઇન શકીલે 60મી મિનિટે ગોલ કર્યાં હતા.