ગૃહ
મંત્રી અમિત શાહે લોન્ચ કરી ‘અભિજ્ઞાન’ એપ : કાયદો વ્યવસ્થા બનશે હાઇટેક
નવી
દિલ્હી, તા. 22 : ભારતીય પોલીસ અને કાયદો વ્યવસ્થા હવે પૂરી રીતે ડિજીટલ અને હાઇટેક
થવા જઈ રહ્યા છે. દેશની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને મજબૂત કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી
અમિત શાહે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી)ની અભિજ્ઞાન એપ્લિકેશન લોન્ચ કરી
હતી.
અભિજ્ઞાન
એપ્લિકેશન પોલીસ માટે એક એવું ડિજીટલ હથિયાર સાબિત થશે, જેની મદદથી કોઈપણ સંદિગ્ધ કે
અપરાધીના ફિંગરપ્રિન્ટને મેચ કરીને માત્ર 35 સેકન્ડમાં ઓળખ કરી શકાશે. કુલ મળીને એપ્લિકેશન
લોન્ચ થવાથી ચાલાક અપરાધીઓ પણ પોલીસની નજરથી ઓળખ છુપાવી શકશે નહીં.
અત્યારસુધી
પોલીસને કોઈપણ સંદિગ્ધના ફિંગરપ્રિન્ટ ફોરેન્સિક લેબમાં મોકલવા પડતા હતા. જેમાં ઘણા
દિવસો લાગી જતા હતા. જો કે હવે પોલીસ સંદિગ્ધને
પકડતા જ મોબાઇલ એપ્લિકેશનની મદદથી ફિંગરપ્રિન્ટ સ્કેન કરી શકશે. એપ્લિકેશન રાષ્ટ્રીય
ડેટાબેઝથી જોડાયેલી હોવાથી માત્ર 35 સેકન્ડમાં ખ્યાલ આવી જશે કે સંદિગ્ધનો કોઈ અપરાધિક
રેકોર્ડ છે કે નહીં.