ઈરાન પરમાણુ નિરીક્ષણ માટે સંમત થયાનો દાવો : ઈરાને નકાર્યુ
નવી
દિલ્હી, તા.23: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની સંભવિત સમજૂતીમાં
હવે પરમાણુ ઈમાનદારી અને પારદર્શિતાનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે ઈરાન
લાંબાગાળાના અને ઉચ્ચસ્તરના પરમાણુ નિરીક્ષણ માટે સંમત થઈ ગયું છે.
ટ્રમ્પના
કહેવા અનુસાર, આ સંમતિ સૌથી ઊંચાસ્તરની તપાસ માટે આપવામાં આવી છે. તેમણે કહ્યું કે
નિરીક્ષણ માટે તેહરાનની સંમતિ આગળની ચર્ચા ચાલુ રાખવાની એક મહત્ત્વપૂર્ણ શરત હતી. જો
ઈરાને આ માગને નકારી હોત, તો આગળ કોઈ વાતચીત થઈ જ ન હોત.
જોકે
ટ્રમ્પ દાવો કરી રહ્યા છે કે ઈરાન તેના પરમાણુ કેન્દ્રોના નિરીક્ષણ માટે તૈયાર થઈ ગયું
છે પરંતુ ઈરાને સ્પષ્ટ કર્યું છે કે ઈન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી(આઈએઈએ)ના નિરીક્ષકોની
મુલાકાત અંગે કોઈ સમયપત્રક નક્કી કરવામાં આવ્યું નથી. ઈરાને જણાવ્યું હતું કે અમેરિકાએ
અગાઉ બોમ્બમારો કરેલા પરમાણુ કેન્દ્રોની મુલાકાત લેવા માટે આઈએઈએ નિરીક્ષકોનો કોઈ કાર્યક્રમ
નક્કી કરવામાં આવ્યો નથી.
આ દરમિયાન
ટ્રમ્પે મંગળવારે જણાવ્યું હતું કે અમેરિકા વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વના હોર્મુઝ
જળમાર્ગને ખુલ્લો રાખશે અને હાલમાં કોઈ નૌકાદળ નાકાબંધી લાગુ નહીં કરે. સાથે ટ્રમ્પે
ચેતવણી પણ આપી હતી કે અમેરિકી નૌસેનાના જહાજો આ વિસ્તારમાં તૈનાત રહેશે અને જરૂર પડયે
નાકાબંધી ફરીથી તરત જ લાગુ કરી શકાય છે.