• બુધવાર, 24 જૂન, 2026

મેસ્સીનો ફીફા વર્લ્ડ કપમાં સર્વાધિક ગોલનો રેકોર્ડ

ઓસ્ટ્રિયા સામેની 2-0 ગોલની જીતથી આર્જેન્ટિના નોકઆઉટ રાઉન્ડમાં

ન્યૂયોર્ક, તા.23 : ફીફા વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાના કપ્તાન અને સ્ટાર ખેલાડી લિયોનલ મેસ્સીએ ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. ઓસ્ટ્રિયા સામેના મેચમાં મેસ્સીએ ફરી કમાલ કરીને બે ગોલ કર્યા હતા. આ સાથે જ મેસ્સી ફૂટબોલ વિશ્વ કપમાં સર્વાધિક ગોલ કરનારો ખેલાડી બની ગયો છે. આ ઉપરાંત સૌથી વધુ જીત, સૌથી વધુ મેચ, મેદાન પર સૌથી વધુ મિનિટ અને સૌથી વધુ કપ્તાની જેવા અનેક રેકોર્ડ બનાવ્યા છે.

મેસ્સીના બે ગોલની મદદથી આર્જેન્ટિનાનો ઓસ્ટ્રિયા વિરુદ્ધ 2-0થી વિજય થયો હતો અને નોકઆઉટ રાઉન્ડમાં જગ્યા નિશ્ચિત કરી હતી. મેસ્સી આ મેચમાં શરૂઆતમાં પેનલ્ટીથી ગોલ કરવાનું ચૂકી ગયો હતો. આ પછી તેણે ફરી એકવાર ચમત્કારિક પ્રદર્શન કરીને 38મી મિનિટે અને 9પમી મિનિટે ગોલ કર્યા હતા.

મેસ્સીએ આ સાથે જ જર્મનીના દિગ્ગજ સ્ટ્રાઇકર મિરોસ્લાવ ક્લોજેના 16 ગોલને પાછળ રાખી દીધા હતા. મેસ્સીના હવે 18 ગોલ થયા છે અને વિશ્વ કપમાં સર્વાધિક ગોલ કરનારો ખેલાડી બની ગયો છે. આ ઉપરાંત સતત 6 વિશ્વ કપમાં ગોલ કરનારો મેસ્સી ત્રીજો ખેલાડી બન્યો છે. મેસ્સીનાં નામે સૌથી વધુ 28 વિશ્વ કપ મેચ થયા છે. તેણે આ દરમિયાન મેદાન પર 2494 પ્લસ મિનિટ મેદાનમાં પસાર કરી નવો રેકોર્ડ બનાવ્યો છે. 13મી વખત પ્લેયર ઓફ ધ મેચ બની નવો રેકોર્ડ કર્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક