નવી દિલ્હી, તા.23: આઇપીએલની વર્ષ 2027 સીઝનની પહેલા એક હાઇ પ્રોફાઇલ ટ્રેડ જોવા મળ્યો છે. લખનઉ સુપર જાયન્ટસના કપ્તાન ઋષભ પંતની તેની જૂની ટીમ દિલ્હી કેપિટલ્સમાં વાપસી થઇ છે. જો કે આ માટે પંતની સેલેરીમાં 12 કરોડ રૂપિયાની મોટી કપાત થઇ છે. બીજી તરફ દિલ્હી કેપિટલ્સનો ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવ અદલા-બદલીના ભાગરૂપે હવે લખનઉ સુપર જાયન્ટસ ટીમમાં સામેલ થયો છે.
આઇપીએલ-202પના
મેગા ઓકશનમાં ઋષભ પંત રેકોર્ડબ્રેક 27 કરોડના કરાર સાથે લખનઉ ટીમમાં સામેલ થયો હતો.
પંતની કપ્તાનીમાં આઇપીએલની બે સીઝનમાં લખનઉ ટીમનો દેખાવ ખરાબ રહ્યો હતો અને ખુદ પંત
પણ નિષ્ફળ પુરવાર થયો હતો. થોડા સમય પહેલા જ તેણે એલએસજીની કપ્તાની છોડી હતી અને હવે
ટીમ સાથે છેડો ફાડયો છે અને 1પ કરોડના કરાર સાથે જૂની ટીમ દિલ્હી કેપિટલ્સમાં સામેલ
થયો છે. 2016થી 2024 દરમિયાન પંત દિલ્હી તરફથી 111 મેચ રમ્યો હતો.
પંતની
સામે દિલ્હી કેપિટલ્સે સ્પિનર કુલદીપ યાદવને લખઉન ટીમને આપ્યો છે. તે 13.પ0 કરોડ રૂપિયાના
કરાર સાથે લખનઉ ટીમનો હિસ્સો બન્યો છે. કુલદીપ માટે પાછલી આઇપીએલ સીઝન સાધારણ રહી હતી.
14 મેચમાં 10 વિકેટ લીધી હતી.