માંચેસ્ટર,
તા.22: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કપ્તાન હરમનપ્રિત કૌરે વિશેષ ઉપલબ્ધિ હાંસલ કરી
છે. તેણી ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 200 મેચ રમનારી વિશ્વની પહેલી ખેલાડી બની છે.
આ રેકોર્ડ હરમનપ્રિતે ટી-20 વર્લ્ડ કપના ગઇકાલના દ. આફ્રિકા સામેના મેચમાં ઉતરીને બનાવ્યો
હતો. મેચ અગાઉ ભારતીય મહિલા ટીમના હેડ કોચ અમોલ મઝૂમદારના હસ્તે હરમનપ્રિતનું સન્માન
થયું હતું. હરમનપ્રિત કૌરની કેરિયર 17 વર્ષના મુકામ પર પહોંચી ચૂકી છે.