ગોંડલ સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવ્યા બાદ હાઇકોર્ટના દ્વાર ખટખટાવવામાં આવ્યા હતા
રાજકોટ,
તા.2: રીબડાના બહુ ચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસમાં રીબડાના જ અનિરુદ્ધાસિંહ જાડેજા અને
તેમના દીકરા રાજદીપાસિંહ જાડેજાનું નામ સામે આવ્યું હતું. જેમાં પોલીસ ફરિયાદ નોંધાતા
બંને પિતા-પુત્રએ આગોતરા જામીન અરજી કરી હતી. આ કેસમાં રાજદીપાસિંહની આગોતરા જામીન
અરજી ગોંડલ સેશન્સ કોર્ટે ફગાવ્યા બાદ ગુજરાત હાઇકોર્ટમાં કરાઈ હતી. જેની સુનાવણી થઈ
ગઈ છે અને ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે. આ સુનાવણીમાં ફરિયાદી એટલે અમિત ખૂંટના
ભાઈના વકીલ, સરકારી વકીલ તથા અરજદાર એટલે કે રાજદીપાસિંહના વકીલે કોર્ટ સમક્ષ દલીલો
કરી હતી.
આત્મહત્યા
બાદ 4 સામે ફરિયાદ નોંધાઈ હતી
3 મેના
રોજ રાજકોટમાં મોડાલિંગક્ષેત્રે કાર્યરત સગીરાએ અમિત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી
હતી. ત્યાર બાદ 5 મેના રોજ અમિત ખૂંટે ગોંડલના રીબડામાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી
હતી. આ કેસમાં રાજદિપાસિંહ જાડેજા અને તેના પિતા અનિરુદ્ધાસિંહ તથા અન્ય બે લોકો સામે
અમિત ખૂંટના ભાઈ મનીષ ખૂંટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.