ચક્ષુદાન
ધોરાજી:
રમેશભાઈ દેશાભાઈ ભાસ્કરનું અવસાન થતા પરિવારજનોએ સ્વ.ના ચક્ષુદાન ધોરાજીની સરકારી હોસ્પિટલ
કરેલ આ કામગીરીમાં ધોરાજી સરકારી હોસ્પિટલના અધીક્ષક ડોક્ટર જયેશ વેસેટીયન, ડો.બ્રિજેશ
મુગરા અને મેડિકલ ટીમના દિપકભાઈ પારઘી, દિનેશભાઈ ચુડાસમા અને મુકેશભાઈ ચૌહાણ સહિતનાઓએ
પોતાની સેવાઓ બજાવી હતી. આ તકે ભરતભાઈ ભાસ્કર, મયુરભાઈ ભાસ્કર, હિતેશભાઈ ભાસ્કર, વિજયભાઈ
ભાસ્કર, અનીલભાઈ વડીયાતર, નિલેશભાઈ પરમાર, મહેશભાઈ રાઠોડ અને સોનલબેન ભાસ્કર સહિતના
હાજર હતા.
મોરબી:
અશ્વિનભાઈ કાંતિલાલ મહેતાના પત્ની અનિલાબેન (ઉ.65) તે અરવિંદભાઈ વનેચંદભાઈ દોશી, શરદભાઈ
તથા સુધીરભાઈના બહેન, એકતાબેન, ઋષભભાઈ તથા મુમુક્ષ વિધિબેનના માતુશ્રી, મેઘાબેન, મોહિતકુમારના
સાસુનું તા.ર9ના અવસાન થયું છે.
વેરાવળ:
પૂજાબેન ચોલેરા (ઉ.41) તે અશોકભાઈ ચોલેરાના પત્ની, ભરતભાઈના ભાભી, નિખિલ, ક્રિશના માતૃશ્રી,
માણાવદર નિવાસી સ્વ.લલીતભાઈ રૂપારેલીયાના દીકરી, ભાવેશભાઈના બહેનનું તા.30ના અવસાન
થયું છે. ઉઠમણુ તા.1ને સોમવારે બપોરે 4 થી પ સુધી બ્રહ્મકુંડ મહાદેવ મંદિર, વેરાવળ
છે.
ગઢડા
(સ્વામીના): તાલુકાના જૂની ગઢાળી હાલ ગઢડા ઉદેસિંહ ભુરૂભા ગોહિલ (ઉ.7પ) તે શક્તિસિંહ,
ધર્મેન્દ્રસિંહના કાકા, ધર્મેન્દ્રસિંહ, અજયંિસંહના પિતા, ધ્રુવરાજ, અર્જુનસિંહ, રુદ્રસિંહ,
જયવર્ધનના દાદાનું તા.31ના અવસાન થયું છે.
વાંકાનેર:
સ્વ. જીલુભા કાયાજી ઝાલાના પુત્ર હરદેવસિંહજીના પત્ની, કોકીલાબેન (ઉ.70) તે સ્વ. દિગ્વિજયસિંહ,
ભગીરથસિંહના માતુશ્રી, પૃથ્વીરાજસિંહજીના ભાભી, ધર્મરાજસિંહ, પ્રતિપાલસિંહના ભાભુ,
આયુષ્યરાજસિંહ તથા માન્યરાજસિંહના દાદીનું તા.31ના અવસાન થયું છે. બેસણું તા.4નાં સાંજે
4 થી 6 ગાયત્રીનગર સોસાયટી, ગાયત્રી મંદિર સામે, વાંકાનેર છે.
રાજકોટ:
મુકુંદરાય તન્ના (બારાઇ) (ભાયાવદર)તે વસનભાઇ ભોવાનભાઇ તન્નાના પુત્ર, સ્વ. ધીરૂભાઇ,
મનુભાઇના મોટા ભાઇ, દિજેશભાઇ, મીતાબેન આશિષકુમાર ગોકાણી, કાજલબેન ઘનશ્યામકુમાર ભોજાણીના
પિતાશ્રી, ધ્યાન તથા મિસરીના દાદાનું તા.31ના રોજ અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.1ના
સાંજે 4-30 થી 6 સુધી નવદુર્ગા હોલ, યુનિવર્સિટી રોડ, ધોળકીયા સ્કૂલ સામે, પંચાયત ચોક,
રાજકોટ છે. પિયર પક્ષની સાદડી સાથે છે.
સાવરકુંડલા:
મુકુંદભાઇ હરગોવિંદદાસ ચંદારાણા તે તપનભાઇ, નિહારભાઇના પિતાશ્રીનું તા.28ના અવસાન થયું
છે. પ્રાર્થના સભા તા.1ના સાંજે 4-30 થી 5-30 લોહાણા બોર્ડીગ મહુવા રોડ, સાવરકુંડલા
છે.
સાવરકુંડલા:
ધર્મેન્દ્રસિંહ નવલસિંહ રાણા (ઉ.74) તે વિક્રમસિંહ, રવિન્દ્રસિંહના પિતાશ્રીનું તા.28ના
અવસાન થયું છે. બેસણું તા.1નાં સાંજે 4 થી 6 “જય માતાજી’’ ગણેશવાડી શેરી નંબર-3, ગેસના ગોડાઉન પાછળ, સાવરકુંડલા છે.
સાવરકુંડલા:
સમજુબેન પરમાણંદભાઇ મહેતા (ઉ.85)તે નટવરલાલ, ધર્મેન્દ્રકુમારના માતુશ્રીનું તા.29ના
અવસાન થયું છે. બેસણું તા.1ના 4 થી 6 રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભવન દેવળા ગેટ, સાવરકુંડલા
છે.
ભાવનગર:
મુળ વરતેજવાળા હાલ રાજકોટ દિલાવરશા દાદાશા પઠાણના પત્ની રોશનબેન તે ઇરફાનશા (ભુરાબાપુ)ના
માતુશ્રી, માહુલશાના નાની, ઉસ્માનશા હાજી જમાલશાના ભત્રીજા વહુ (વરતેજ વાળા), રફીકશા
દાદાશા, યુનુસશા ભુરાશા વરતેજવાળાના ભાભી, સલીમશા બાપુ આરીફશા બાપુ (મુનાબાપુ), સિહોર
ગરીબશાપીર દરગાહના ખાદીમના મોટાબેનનું તા.31ના અવસાન થયું છે. મર્હુમાની જીયારત, ભાઇઓ-બહેનો
માટે તા.2ને મંગળવારે સવારે 9-30 કલાકે ગરીબશાપીર દરગાહ
સિહોર
છે.