મોટી
પરબડીના ગોગરાવાડી હનુમાનજીની જગ્યાના મહંત ચંદ્રમાદાસબાપુનું અવસાન
ધોરાજી:
મોટી પરબડી ગામ પાસે આવેલ ગોગરાવાડી હનુમાનજીની જગ્યાના મહંત ચંદ્રમાદાસબાપુ ગુરુ રાઘવદાસનું
અવસાન થતા અંતિમ યાત્રામાં સંતો, મહંતો, ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. તેઓ મોટી
પરબડી ગામ પાસે છેલ્લા 40 વર્ષથી હનુમાનજીની જગ્યામાં સેવા પુજા કરતા હતા. ખુબ જ જ્ઞાની
હોય ભાવિકોને ખુબ જ સહેજતા ધર્મ, કર્મનું જ્ઞાન આપતા હતા. મહંત ચંદ્રમાદાસબાપુ મીલન
સ્વભાવના હોવાથી આશ્રમ ખાતે સપ્તાહ પારાયણ અને તહેવારોની ઉજવણી આશ્રમ ખાતે થતી હતી.
મહંતના અવસાનના સમાચાર મળતા ભાવિકોમાં ઘેરા દુ:ખની લાગણી ફેલાઈ હતી અને મોટી પરબડી
ગામે મહંતના પાર્થિવ દેહને શણગારેલ રથ રાખી ઢોલ નગારા સાથે નીકળેલી અંતિમ યાત્રામાં
પુષ્પ વર્ષા કરાઈ હતી. આ તકે મોટી પરબડી, તોરણિયાના વિશાળ સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિ
હતી.
રાજકોટ:
વોર્ડ નં.3 ભાજપના પૂર્વ પ્રમુખ હેમુભાઇ પરમારના માતુશ્રીનું અવસાન
રાજકોટ:
બાબુભાઇ નારણભાઇ પરમાર (બાંભવા)ના પત્ની લક્ષ્મીબેન તે હેમુભાઇ (વોર્ડ નં.3ના ભાજપ
પૂર્વ પ્રમુખ), જગદીશભાઇ, અશ્વિનભાઇ, અજયભાઇના માતુશ્રી તે કૃણાલના દાદીનું તા.29ના
અવસાન થયું છે. બેસણું તા.1ના સોમવારે સાંજે 4થી 6 ભાટિયા બોર્ડિંગ વિદ્યાર્થી ભવન
રેલવે સ્ટેશન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
ચક્ષુદાન
ગોસાઘેડ:
કુતિયાણાના માલ ગામના ખેડૂત પરિવારમાં સવદાસભાઈ ગાંગાભાઈ સ્વ.ભીમભાઈ ગાંગાભાઈ અને બોદાભાઈ
ગાંગાભાઈ ઓડેદરાના માતુશ્રી, પ્રતાપભાઈ ભીમાભાઈ ઓડેદરાના દાદી, પુરીબેન ગાંગાભાઈ ઓડેદરા
(ઉં.85)નું અવસાન થતાન ઓડેદરા પરિવાર દ્વારા આપ્તજનોના ચક્ષુદાનથી બીજા અંધ વ્યક્તિને
આંખો મળતા નવી જિંદગી મળે તેવી ઉમદા ભાવનાથી ચક્ષુદાન કરી માનવતાનો દાખલો બેસાડયો છે.
વાંકાનેર:
વડોદરા નિવાસી ઔદિચ્ય બ્રાહ્મણ આશિષકુમાર ગીરીશભાઈ દેવ (ઉ.46) તે વર્ષાબેનના પતિ, વાંકાનેર
નિવાસી ચંદ્રકાંતભાઈ ખોડીદાસ શુકલના નાના જમાઈ, શૈલેષભાઈ, સતિષભાઈના બનેવીનું તા.ર4ના
અવસાન થયું છે. પિયરપક્ષનું બેસણું તા.30ના સાંજે 4 થી પ.30 ઔદિચ્ય બ્રાહ્મણ વાડી,
રામચોક, વાંકાનેર છે.
માળિયા
હાટીના: જગદીશ અબોટી બ્રાહ્મણ હાલ રાજકોટ તે રમેશચંદ્ર મોરારજી ઠાકર (ઉ.90) તે દીપકભાઈ,
અજયભાઈ, અલ્પેશભાઈ, શ્રીમતી હર્ષાબેન વસંતકુમાર પાઠક (ભાણવડ)નાં પિતાશ્રી શશીકાંતભાઈ,
અનુભાઈ, મહેશભાઈ, જગદીશભાઈ ઠાકર (માળિયા હાટિના)નાં મોટા ભાઈનું તા.ર8ના રાજકોટમાં
અવસાન થયુ છે. બેસણુ, ઉઠમણુ તા.30ના સાંજે 4 થી 6 માળીયા હાટીના ખાતે બ્રહ્મસમાજવાડી,
માળીયા હાટીના ખાતે છે.
જૂનાગઢ:
મુળ સમલા હાલ અમદાવાદ નિવાસી પુષ્પરાજસિંહ ઝાલા (ઉ.38) તે વિરેન્દ્રસિંહ જામભા ઝાલાના
પુત્ર, રામભા ભારાજી ઝાલાના પૌત્ર, ઘનશ્યામસિંહના ભત્રીજા, નરેન્દ્રસિંહના ભાઈ, અંશરાજસિંહના
પિતાનું તા.ર9ના અવસાન થયુ છે. બન્ને પક્ષનું બેસણુ તા.1ના સવારે 8 થી 1ર વૃંદાવન બંગ્લોઝ,
સ્ટર્લીંગ સીટી, બોપલ, અમદાવાદ છે.
જેતપુર:
બ્રહ્મક્ષત્રિય સ્વ.ભનુભાઈ રામજીભાઈ મર્થકના પુત્રી, દિનાબેન જયેશકુમાર વાઢેર (ઉ.પ9)
તે જયેશકુમાર વલ્લભદાસ વાઢેર (વાંકાનેર)ના પત્ની, યશવંતભાઈ, મહેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ,
વિપુલભાઈ મર્થક તથા સ્મિતાબેન બીપીનકુમાર છાટબારના બહેન, ઉર્વીબેન વિવેકકુમાર ભુછડાના
માતુશ્રીનું તા.ર6ના વાંકાનેર મુકામે અવસાન થયુ છે. પિયરપક્ષની સાદડી તા.30નાં સાંજે
4.30 થી 6 બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, ફૂલવાડી, ભાદર રોડ, જેતપુર છે.
મોરબી:
રંગપર (બેલા) નિવાસી હાલ મોરબી સ્વ.દલિચંદ તારાચંદ દોશીના પુત્ર સેવંતીલાલ દલિચંદ દોશી
(ઉ.9પ) તે તરૂણભાઈ, ભારતીબેન હરેશકુમાર શાહ (મુંબઈ), સ્વ.િશલ્પાબેન સમીરકુમાર મહેતા
(મુંબઈ), સ્વ.જીતેશના પિતાશ્રી, મોનાબેન દોશીના સસરા, પાર્થ દોશી, રત્ના કેયુરકુમાર
વોરા (જામનગર)ના દાદા, તે સ્વ.લક્ષ્મીચંદ ખેતશીભાઈ વોરા (લતીપર)ના જમાઈનું તા.ર9ના
અવસાન થયું છે. સ્મશાન યાત્રા તા.30નાં સવારે 11 કલાકે તેમના નિવાસ સ્થાન 10, શક્તિ
પ્લોટ, શ્રીજી પેલેસથી નીકળી લીલાપર વિદ્યુત સ્મશાન જશે. ઉઠમણુ તા.30નાં સાંજે પ કલાકે
શ્રી જૈન તપગચ્છ, સંઘ પુરુષોનો ઉપાશ્રય, દરબારગઢ પાસે, મોરબી ભાઈઓ, બહેનોનું સાથે છે. લૌકિક વ્યવહાર બંધ છે.
રાજકોટ:
પ્રવિણભાઈ હરિભાઈ શીશાંગીયા (ઉ.70) પંજાબ નેશનલ બેંકવાળા રાજનભાઈ, રવિભાઈ શીશાંગીયાના
પિતાશ્રીનું તા.ર9ના અવસાન થયું છે. બેસણુ તા.30નાં સાંજે 4 થી 6 વાછડાદાદાનો મઢ, ઉદયનગર,
શેરી નં.16, મવડી ચોકડી પાસે છે.
રાજકોટ:
દશા સોરઠીયા વણિક જૂનાગઢ નિવાસી હાલ રાજકોટ રમેશચંદ્ર ધ્રુવ તે સ્વ.ધીરજલાલ રૂગનાથ
ધ્રુવના પુત્ર, દિવ્યાબેનના પતિ, સ્વ.ઉષાબેન, જયશ્રીબેન, સ્વ.મીનાબેન, સ્વ.પ્રફુલાબેન,
હર્ષિદાબેન, ભરતભાઈ, દેવીબેનના ભાઈ, નિરવ, નિરલ અને ફાલ્ગુનીના પિતાશ્રી, સ્વ.રણછોડદાસ
નાથાલાલ વેકરીયાના જમાઈનું તા.ર8ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.30ના સાંજે 4 થી
6 રાષ્ટ્રીયશાળા, રાજકોટ છે.