• બુધવાર, 22 મે, 2024

વરસાદગ્રસ્ત બીજા ઝ-20 મેચમાં બાંગલાદેશ સામે ભારતીય મહિલા ટીમની જીત

સિલેટ, તા.30 : વરસાદગ્રસ્ત બીજા ટી-20 મેચમાં ડકવર્થ/લૂઇસ સિસ્ટમથી બાંગલાદેશ સામે ભારતીય મહિલા ટીમનો 19 રને વિજય થયો છે. બાંગલાદેશ મહિલા ટીમે પહેલો દાવ લઈને 20 ઓવરમાં 119 રને ઓલઆઉટ થઈ હતી. જેમાં મુર્શિદા ખાતુમના 46 અને રીતુ મોનીના 20 રન મુખ્ય હતા. ભારત તરફથી રાધા યાદવને 3 અને દીપ્તિ શર્મા-શ્રેયંકા પાટીલને 2-2 વિકેટ મળી હતી. ભારતીય મહિલા ટીમના પ.2 ઓવરમાં 1 વિકેટે 47 રન થયા હતા ત્યારે વરસાદને લીધે રમત અટકી હતી અને બાદમાં રમત શક્ય બની ન હતી. આથી ભારતીય ટીમને ડી/એલ સિસ્ટમથી 19 રને વિજેતા જાહેર કરાઈ હતી. પ્લેયર ઓફ ધ મેચ હેમલતા ફટકાબાજી કરી 24 દડામાં 41 રને નોટઆઉટ રહી હતી. ભારતીય મહિલા ટીમ પ મેચની શ્રેણીમાં 2-0થી આગળ થઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક