• મંગળવાર, 18 જૂન, 2024

પાંચમા તબક્કામાં ચાર ચરણથી ઓછું મતદાન

-57.47 ટકા મતદાન : મહારાષ્ટ્રમાં સૌથી ઓછું  48.88 અને બંગાળમાં સૌથી વધારે 73 ટકા મતદાન નોંધાયું : પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં હિંસાના બનાવ

 

નવી દિલ્હી, તા. 20 : લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં સોમવારે ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા સહિત આઠ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની 49 લોકસભા બેઠક ઉપર 57.47  ટકા મતદાન થયું હતું. પાંચમા તબક્કામાં પણ સૌથી વધારે 73 ટકા મતદાન પશ્ચિમ બંગાળમાં નોંધાયું છે જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 48.88 ટકા મતદાન થયું હતું. પાંચમા તબક્કાની 49 બેઠકમાંથી 40 બેઠક ઉપર એનડીએના વર્તમાન સાંસદ છે. લોકસભા ચૂંટણીના પહેલા ચાર તબક્કામાં ક્રમશ: 66.14 ટકા, 66.71 ટકા, 65.68 ટકા અને 69.16 ટકા મતદાન થયું છે. આ ઉપરાંત ઓરિસ્સા વિધાનસભાની બાકી 35 બેઠક ઉપર પણ મતદાન થયું હતું. પાંચમા તબક્કામાં ઘણા દિગ્ગજો મેદાનમાં છે. જેમાં રાહુલ ગાંધી, સ્મૃતિ ઈરાની, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ઉમર અબ્દુલ્લા, ચિરાગ પાસવાન, પીયૂષ ગોયલ અને રાજીવ પ્રતાપ રૂડી સામેલ છે. આ દરમિયાન મહારાષ્ટ્રના મુંબઈમાં પણ સેલિબ્રિટીઓ મતદાન માટે ઉમટી પડયા હતા. જેમાં અક્ષય          (જુઓ પાનું 10)

કુમારે પહેલી વખત મતદાનમાં ભાગ લીધો હતો.

મતદાન દરમિયાન ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાંથી હિંસાના અહેવાલ સામે આવ્યા હતા. બંગાળના હુગલીના આરામબાગમાં ટીએમસી નેતા ઉપર કથિત રીતે ભાજપ કાર્યકર્તાઓએ હુમલો કરી દીધો હતો. જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઉપરાંત ખાનકુલમાં પણ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. હાવડા જિલ્લાના ઉલુબેરિયા અને સાલકિયામાં પણ ભાજપ અને ટીએમસી નેતાઓ સામસામે આવી ગયા હતા જ્યારે ઓરિસ્સામાં અજ્ઞાત લોકોએ બારગઢ જિલ્લાના સરસરા પાસે ઓટોરિક્ષા ચાલકની હત્યા કરી દીધી હતી. જો કે ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે, હત્યાનો બનાવ ચૂંટણી સંબંધિત હિંસા નથી. મતદાન કેન્દ્રની બહાર બનાવ બન્યો છે.

પાંચમા તબક્કામાં બિહારમાં 52.60 ટકા, જમ્મુ કાશ્મીરમાં 54.49 ટકા, ઝારખંડમાં 63.00 ટકા, લદ્દાખમાં 67.15 ટકા, મહારાષ્ટ્રમાં 48.88 ટકા, ઓરિસ્સામાં 60.72 ટકા, ઉત્તર પ્રદેશમાં 57.79 ટકા અને પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે 73 ટકા મતદાન નોંધાયું હતું. પાંચમા તબક્કાની 49 લોકસભા બેઠક ઉપર કુલ 695 ઉમેદવાર મેદાનમાં છે. જેમાં મહારાષ્ટ્રની 13, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની 7, બિહારની 5, ઝારખંડની 3, ઓરિસ્સાની 5 અને જમ્મુ કાશ્મીર તેમજ લદ્દાખની 1-1 બેઠક સામેલ છે. પાંચમા તબક્કામાં 9.47 લાખ કર્મચારીઓ દ્વારા ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન કરવામાં આવ્યું હતું. પાંચમા તબક્કા  માટે કુલ 8.95 કરોડથી વધારે મતદાતા નોંધાયા હતા. જેમાં 100થી વધુ વયના 24,792 મતદાતા રજિસ્ટર હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

કોટડા સાંગાણીમાં વીજપોલમાંથી શોક લાગતા બળદનું મોત નીપજ્યું June 17, Mon, 2024