• શનિવાર, 27 જુલાઈ, 2024

કોલકતા સામે આક્રમક રણનીતિ સાથે ઉતરશું: કલાસેન હૈદરાબાદનો ફટકાબાજ ફોર્મ વાપસીથી ખુશ

અમદાવાદ, તા.20: સનરાઇઝર્સ હૈદરાબાદના વિકેટકીપર-બેટર દ. આફ્રિકી ખેલાડી હેનરિક કલાસેનનું કહેવું છે કે તેની ટીમ પહેલા ક્વોલીફાયર મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ સકારાત્મક સોચ સાથે ઉતરશે. કલાસેન તેના ફોર્મ વાપસીથી પણ ખુશ છે. પાછલા મેચમાં તેણે પંજાબ સામે 42 રનની ઝડપી ઇનિંગ રમી હતી અને ટીમની જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. કલાસેનનું માનવું છે કે હૈદરાબાદનાં મેદાનમાં એ મેચમાં જે કેટલાક શોટ ફટકાર્યા એથી તેના ચહેરા પર મુસ્કાન પરત ફરી છે. 

કલાસેને કહ્યંy પાછલા કેટલાક મેચથી હું સારી રીતે હિટ કરી શકતો ન હતો. આથી હું નેટમાં ગયો અને સમસ્યા શું છે તે સમજયો. હવે પંજાબ સામેની ઇનિંગમાં સારી હિટ લગાવી આથી મારા ચહેરા પર મુસ્કાન આવી. કલાસેન આ સીઝનની પહેલી 6 ઇનિંગમાં 199ની સ્ટ્રાઇક રેટથી 2પ3 રન કર્યા હતા. પછીની 6 ઇનિંગમાં તે 1પ8ની સ્ટ્રાઇક રેટથી 128 રન જ કરી શક્યો હતો. પોતાના ખરાબ ફોર્મ વિશે કલાસેને કહ્યંy હું દડાને જોયા વિના હિટ કરી રહ્યો હતો અને વધુ ફૂટવર્કનો ઉપયોગ કરતો હતો. હવે તેમાં સુધારો કર્યો છે. અમે કોલકતા સામે ફરી એકવાર આક્રમક રણનીતિ સાથે ઉતરશું.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024