• મંગળવાર, 18 જૂન, 2024

જૂનમાં પીક ઉપર પહોંચશે કોરોના ? ફિલર્ટ વેરિઅન્ટની દહેશત

-મહારાષ્ટ્રમાં કોરોના વેરિઅન્ટ ફિલર્ટના નવા 91 કેસ સામે આવ્યા : અમેરિકા, સિંગાપુરમાં ઝડપથી વધી રહેલું સંક્રમણ

નવી દિલ્હી, તા. 20 : દુનિયાના ઘણા દેશોમાં કોરોના સંક્રમણના કેસ ઝડપી વધી રહ્યા છે. કોરોનાના નવા વેરિઅન્ટ ફિલર્ટે (કેપી.2) ઓછા સમયમાં ઘણા દેશોને પોતાની ચપેટમાં લઈ લીધા છે. સિંગાપુર અને અમેરિકામાં સંક્રમણમાં તેજીથી વધારો થઈ રહ્યો છે. હકીકતમાં ફિલર્ટ કેપી.1 અને કેપી.2મળીને ફિલર્ટ વેરિઅન્ટ બન્યો છે. મહારાષ્ટ્રમાં નવા કોવિડ-19 ઓમિક્રોન સબવેરિઅન્ટ કેપી.2ના 91 કેસ સામે આવ્યા છે. જે પહેલાથી જ પ્રભાવી જેએન.1 વેરિઅન્ટથી વધારે આક્રમક છે. જાણકારી મુજબ પુણેમાં કેપી.2 વેરિઅન્ટના સૌથી વધારે 51 કેસ નોંધાયા છે. જ્યારે થાણેમાં 20 મામલા સામે આવ્યા છે. જાન્યુઆરીમાં સામે આવેલું કેપી.2 વેરિઅન્ટ માર્ચ અને એપ્રિલ મહિના સુધીમાં મહારાષ્ટ્રના ઘણા હિસ્સામાં ફેલાયું હતું. માર્ચમાં કેસમા વૃદ્ધિ જોવા મળી હતી.  તે સમયે કેપી.2 વાયરસના સરેરાશ 250 કેસ સામે આવી રહ્યા હતા. હવે પુણે અને થાણે ઉપરાંત અમરાવતી અને ઓરંગાબાદમાં સાત કેસ સામે આવ્યા છે. જ્યારે સોલાપુરમાં બે અને અહમદનગર, નાસિક, લારુર અને સાંગલીમાં કેપી.2નો એક કેસ નોંધાયો છે.

નવો કોરોના વેરિઅન્ટ ફિલર્ટ ઓમિક્રોનનું જ સબ વેરિઅન્ટ છે. જો કે તેમાં ઘણા એવા મ્યુટેશન જોવા મળ્યા છે જે વેક્સિનની પ્રતિરક્ષા પ્રણાલીને થાપ આપવા અને માણસોમાં સંક્રમણ ઝડપી બનાવવા ક્ષમતા આપે છે. સિંગાપુરનામાં  ફિલર્ટના સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે. જેના પરિણામે સિંગાપુર સ્વાસ્થય વિભાગે તમામ લોકોના સાવધાન કરતા કહ્યું છે કે કોરોના જોખમને લઈને એલર્ટ રહેવામાં આવે. આગામી મહિને સંક્રમણના કેસમાં વધારો થવાની પુરી આશંકા છે. નવા વેરિઅન્ટને લઈને કરવામાં આવેલા અભ્યાસના આધારે વિશેષજ્ઞોએ કહ્યું છે કે, કેપી.2 જે ગતિએ આગળ વધી રહ્યો છે તે જોતા  જેએન.1ની જગ્યા લઈ લેશે. વર્તમાન સમયે કોરોનાના લગભગ 50 ટકા સેમ્પલ ટેસ્ટમાં કેપી.2 પ્રમુખ કારક બની રહ્યો છે.

સિંગાપુર સ્વાસ્થય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર પાંચથી 11 મે દરમિયાન કોરોના વાયરસના 25900થી વધારે કેસ સામે આવ્યા છે. આ અગાઉના સપ્તાહમાં 13700થી વધારે કેસ નોંધાયા હતા. સંક્રમિતોની સાથે કોરોનાના કારણે હોસ્પીટલમાં દાખલ થઈ રહેલા લોકોની સંખ્યામાં પણ વૃદ્ધિ થઈ રહી છે. સિંગાપુરમાં જે રીતે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે તેને ધ્યાને લઈને જુન સુધીમાં સંક્રમણ પીક ઉપર પહોંચવાની આશંકા છે. ભારતમાં પણ મહારાષ્ટ્રની સાથે દેશના અન્ય હિસ્સામાં કેપી.2ના કેસ વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યારસુધીમાં 146 કેસ મળ્યા છે. ત્યાર બાદ પશ્ચિમ બંગાળ 36 સંક્રમિતો સાથે બીજા નંબરે છે. ત્યાર બાદ ગુજરાતમાં 23, રાજસ્થાનમાં 21, ઓરિસ્સામાં 17, ઉત્તરાખંડમાં 16 અને ગોવામાં 12 કેસ સામે આવ્યા છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

કોટડા સાંગાણીમાં વીજપોલમાંથી શોક લાગતા બળદનું મોત નીપજ્યું June 17, Mon, 2024