• શનિવાર, 27 જુલાઈ, 2024

રાહુલ પોતાની રેલીઓમાં ચીની બંધારણ બતાવી રહ્યા છે : સરમા આસામના મુખ્યમંત્રીના આરોપથી ભારે હોબાળો

ગુવાહાટી, તા.19 : આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ શનિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાનો સાધ્યો અને આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી પોતાની રેલીઓમાં ભારતને બદલે ચીનનું બંધારણ બતાવી રહ્યા છે. ભાજપ નેતાએ દાવો કર્યો કે રાહુલ ગાંધી જે પુસ્તક બતાવી રહ્યા છે તે મૂળ ચીની બંધારણની જેમ લાલ કવરવાળી છે જ્યારે મૂળ ભારતીય સંવિધાન પર વાદળી (નીલો) છે.

સરમાએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે, રાહુલ પોતાની સભાઓમાં ભાગ લેનારાઓને લાલ ચીની બંધારણ બતાવી રહ્યા છે. ભાજપ નેતાના આવા દાવા બાદ ભારે હોબાળો મચી ગયો છે. સોશિયલ મીડિયામાં બંધારણના કવર વિશે ટિપ્પણીઓનો દૌર શરૂ થયો છે. કેટલાક યૂઝર્સે લખ્યું કે લાલ કવરવાળું બંધારણ એક ખાસ આવૃત્તિ છે જેને રાષ્ટ્રપતિ, કેન્દ્રીય ગૃહમંત્રી સહિત ભારતના ટોચના નેતાઓ પ્રસ્તુત કરી ચૂક્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024