• મંગળવાર, 18 જૂન, 2024

થાઇલેન્ડ ઓપનમાં સાત્ત્વિક-ચિરાગ ચેમ્પિયન

વિશ્વ ક્રમાંકમાં ફરી નંબર વન : ફાઇનલમાં ચીની જોડીને 21-15 અને 21-15થી હાર આપી

બેંકોક, તા.19: ભારતની જુગલ જોડી સાત્ત્વિક સાઇરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટનો મેન્સ ડબલ્સનો ખિતાબ જીતીને પેરિસ ઓલિમ્પિકની તૈયારીને મજબૂત કરી છે. આ જીત સાથે આ ભારતીય જોડી ફરી વિશ્વ ક્રમાંકમાં નંબર વન બની જશે. હાલ વિશ્વની ત્રીજા નંબરની જોડી સાત્ત્વિક-ચિરાગે થાઇલેન્ડ ઓપનના ફાઇનલમાં 29મા ક્રમની ચીની જોડી લિયૂ યિ અને ચેન બો યાંગને 21-1પ અને 21-1પથી સજ્જડ હાર આપી હતી. ભારતીય જોડીનો સીઝનનો આ બીજો ખિતાબ છે. તેઓ માર્ચમાં ફ્રેંચ ઓપન સુપર 7પ0માં ચેમ્પિયન થયા હતા જ્યારે મલેશિયા સુપર 1000 અને ઇન્ડોનેશિયા સુપર 7પ0 ટૂર્નામેન્ટમાં ઉપવિજેતા રહી હતી.

જીત બાદ ચિરાગ શેટ્ટીએ કહ્યંy કે બેંકોક અમારા ખાસ છે. અમે અહીં 2019માં પહેલી સુપર સિરીઝ જીતી હતી. આ પછી થોમસ કપ જીત્યો હતો. સાત્ત્વિક-ચિરાગ ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશિપના બીજા રાઉન્ડમાં હારી હતી. આ પછી સાત્ત્વિકની ઈજાને લીધે એશિયન ચેમ્પિયનશિપમાં રમ્યા ન હતા. હવે વાપસી કરીને માર્ચમાં ફેંચ ઓપન હવે થાઇલેન્ડ ઓપનના ટાઇટલ કબજે કર્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

કોટડા સાંગાણીમાં વીજપોલમાંથી શોક લાગતા બળદનું મોત નીપજ્યું June 17, Mon, 2024