નવી દિલ્હી, તા.20 : આઇસીસી ટી-20 વર્લ્ડ કપનો પ્રારંભ, તા. 2 જૂનથી અમેરિકા-વેસ્ટ ઇન્ડિઝમાં થશે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતની 1પ ખેલાડીની ટીમ જાહેર થઇ ચૂકી છે. રોહિતની આગેવાનીમાં ગયા વર્ષે વન ડે વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોંચી ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ હારી હતી. એ હારને ભૂલીને ટીમ ઇન્ડિયા આઇસીસી ટ્રોફીના દુકાળનો અંત કરવા બેતાબ છે. ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપના પ્રથમ એડિશન 2007માં વિશ્વ વિજેતા બની હતી. જ્યારે 2014માં ફાઇનલ રમી હતી. 2016 અને 2022માં સેમિ ફાઇનલ સુધી પહોંચી હતી. આ વખતે ફરી એકવાર ટીમ ઇન્ડિયા ખિતાબની દાવેદાર છે.
આ મામલે ભારતીય ટીમના પૂર્વ ઓપનર શિખર ધવને કહ્યંy છે કે વિશ્વ કપમાં ભારતીય ટીમ પર સૌથી વધુ દબાણ રહે છે પરંતુ રોહિત શર્મા ઘણો અનુભવી ખેલાડી છે. મને પૂરો વિશ્વાસ છે કે તેનો અનુભવ ઘણો કામ આવશે. તે દબાણમાં ટીમને કેમ સંભાળવી તે સારી રીતે જાણે છે. રોહિતની આગેવાનીમાં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરશે. એ જોવું સારુ છે કે શિવમ, સંજૂ અને યુજી (ચહલ) જેવા ખેલાડી વર્લ્ડ કપ રમશે. આપણી ટીમ ઘણી સંતુલિત છે. ટીમને મારી શુભેચ્છા છે.