• શનિવાર, 27 જુલાઈ, 2024

ગુજરાતમાં ‘આદિત્ય’ની આગ પાંચ દિવસ ગરમી કાળો કેર વર્તાવશે

અમદાવાદ, રાજકોટમાં પાંચ દિવસ રેડ એલર્ટ : ગાંધીનગર સહિત

10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, દિવસ જ નહીં રાત પણ ગરમ રહેશે

અમદાવાદ, તા. 20 : ઉનાળો એના ચરમ પર છે અને ગુજરાતને આદિત્યએ બાનમાં લીધું હોય એમ આગામી પાંચ દિવસ ગરમી કાળો કેર વર્તાવશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે અમદાવાદ અને રાજકોટમાં પાંચ દિવસ રેડ એલર્ટ તેમજ ગાંધીનગર સહિત દસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

ગુજરાતમાં આગામી પાંચ દિવસ એટલે કે 20થી 24 મે સુધી આકાશમાંથી અગનજ્વાળા આવતી હોય તેવી ગરમી અનુભવાશે. ગાંધીનગર, બનાસકાંઠા સહિત 10 જિલ્લાઓમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે. જેના પગલે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અમદાવાદ અને વડોદરામાં રાત્રીના સમયે પણ ગરમી વધુ પડશે. રાજકોટ જિલ્લા માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જ્યારે રાજકોટ શહેર માટે મહાનગરપાલિકાએ રેડ એલર્ટ જાહેર કર્યું છે. આજે ગાંધીનગરમાં મહત્તમ 45 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. રવિવારે 46.2 ડિગ્રી સાથે હિંમતનગર રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર બન્યું હતું. 

તારીખ 20થી 25 મે સુધી અમદાવાદમાં રેડ એલર્ટ હવામાન ખાતા દ્વારા આપવામાં આવ્યું છે જ્યારે બનાસકાંઠા, સુરેન્દ્રનગર, ગાંધીનગર, આણંદ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, સુરત અને વલસાડમાં હિટ વેવના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

  રાજ્યના સમુદ્રકાંઠાના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ દરમિયાન ગરમ પવનો ફૂંકાશે અને ભેજયુક્ત હવામાન જોવા મળશે. જેમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરુચ, સુરત, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાના કેટલાક ભાગોમાં ગરમ પવન ફૂંકાશે અને ભેજયુક્ત હવામાન રહી શકે છે.

ભાવનગર શહેરમાં ગરમીનું મોજું યથાવત રહ્યું છે. આજે સતત બીજા દિવસે તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર કરતા લોકો ગરમીમાં શેકાયા હતા. દિવસ ભર અને સાંજે પણ ગરમ પવન ફૂંકાતા લોકો અકળાયા હતા. ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 44.2 ડિગ્રી નોંધાયું હતું. 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024