• મંગળવાર, 18 જૂન, 2024

ફાઇનલમાં પહોંચવા અમદાવાદમાં આજે KKR વિ. SRHનો મહાજંગ

ક્વોલિફાયર-1ની બન્ને ટીમની બોલિંગ-બેટિંગ મજબૂત :  મોદી સ્ટેડિયમ પર દર્શકોને રોમાંચક મેચની ગેરંટી : પરાજિત ટીમને ફાઇનલમાં પહોંચવા વધુ એક તક મળશે

અમદાવાદ, તા.20: શાનદાર ફોર્મમાં ચાલી રહેલ કોલકતા નાઇટ રાઇડર્સનો સામનો આઇપીએલ-2024ના પહેલા ક્વોલીફાયર મેચમાં મંગળવારે રનમશીન સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર થશે. કેકેઆર અને એસએચઆરની આ ટક્કર દર્શકો માટે રોમાંચક અને પૈસા વસૂલ મેચની ભેટ સમાન બની રહેશે તેની ગેરંટી છે. કેકેઆર આ સીઝનમાં પ્લેઓફમાં પહોંચનારી પહેલી ટીમ હતી જ્યારે સનરાઇઝર્સે આખરી લીગ મેચમાં પંજાબને હાર આપી બીજું સ્થાન હાંસલ કર્યું હતું. આ પછી રાજસ્થાન-કોલકતાનો મેચ વરસાદમાં ધોવાઈ જતાં સનરાઇઝર્સ બીજા સ્થાન પર નિશ્ચિત રહી હતી. આથી હવે ક્વોલીફાયર-1માં પહેલા નંબરની ટીમ કોલકતા અને બીજા નંબરની ટીમ હૈદરાબાદ આમને-સામને હશે. આ મેચની વિજેતા ટીમ સીધી જ ફાઇનલમાં પહોંચશે જ્યારે પરાજિત ટીમને બીજો કવોલીફાયર મેચ રમવાનો મોકો મળશે.

કેકેઆરના ખેલાડીઓ તરોતાજા છે. તેના ખેલાડીઓને લાંબો બ્રેક મળ્યો છે. આ ટીમ તેનો આખરી મેચ 11 મેના રોજ રમી હતી.  તેના પાછલા બે મેચ વરસાદની ભેટ ચડી ગયા હતા. એ પહેલા તેણે સતત 4 જીત સાથે પ્લેઓફમાં એન્ટ્રી કરી હતી. કેકેઆરને પ્લેઓફ રાઉન્ડમાં ઓપનર ફિલ સોલ્ટ (43પ રન)ની ખોટ પડશે. જે ટી-20 વિશ્વ કપ પૂર્વેની પાક. સામેની સિરીઝ માટે ઇંગ્લેન્ડ ટીમ સાથે જોડાયો છે. કેકેઆર કપ્તાન શ્રેયસ અય્યર (287) આ સીઝનમાં પ્રભાવિત કરી શક્યો નથી. કેકેઆર માટે સુનિલ નારાયણ (461 રન અને 1પ વિકેટ) ફરી હુકમનો એક્કો બની શકે છે જ્યારે આંદ્રે રસેલનું કામ ફિનિશરનું હશે. ફિલ સોલ્ટનાં સ્થાને ઇલેવનમાં અફઘાન બેટર રહમતુલ્લાહ ગુરબાજને મોકો મળી શકે છે.

બીજી તરફ સનરાઇઝર્સ માટે ફરી એકવાર ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માની જોડી રનનો અંબાર રચી શકે છે. હેડ એક સદી અને ચાર અર્ધસદી સાથે પ33 રન કરી ચૂક્યો છે જ્યારે અભિષેક 41 છક્કાથી 467 રન કરી સનસનાટી મચાવી રહ્યો છે. ત્રીજા નંબર પર રાહુલ ત્રિપાઠીનાં રૂપમાં અનુભવી બેટરની સનરાઇઝર્સની ઇલેવનમાં વાપસી થઈ છે. હેનરિક કલાસેન શાનદાર ફોર્મમાં છે. આ સીઝનમાં કેકેઆરે એસએચઆરને 4 રને હાર આપી હતી. કેકેઆરથી સનરાઇઝર્સની બોલિંગ પ્રમાણમાં મજબૂત છે. કેકેઆર પાસે સ્ટાર્ક, વરુણ ચક્રવર્તી, સુનિલ નારાયણ, હર્ષિત રાણા અને આંદ્રે રસેલ છે જ્યારે એસએચઆર પાસે કપ્તાન કમિન્સ, ભુવનેશ્વર, નટરાજન જેવા અનુભવી બોલર છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ટોસ જીતનાર ટીમ લક્ષ્યનો પીછો કરવાનું પસંદ કરી શકે છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

કોટડા સાંગાણીમાં વીજપોલમાંથી શોક લાગતા બળદનું મોત નીપજ્યું June 17, Mon, 2024