• શનિવાર, 27 જુલાઈ, 2024

ઈરાની રાષ્ટ્રપતિ અમેરિકાના ભંગાર બનેલા હેલિકોપ્ટરમાં સવાર હતા 55 વર્ષ જૂનું બેલ 212 હેલિકોપ્ટર ઘણી દુર્ઘટનાનો સામનો કરી ચૂક્યું હતું

તેહરાન, તા. 20 : ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી અને વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયનના હેલિકોપ્ટર ક્રેમાં મૃત્યુ બાદ દેશના ગૃહમંત્રી અહમદ વાહિદીએ કહ્યું હતું કે, ખરાબ હવામાનના કારણે રઈસીના હેલિકોપ્ટરનું હાર્ડ લેન્ડિંગ થયું હતું. આ દરમિયાન દુર્ઘટના બની હતી અને શીર્ષ નેતાનું મૃત્યુ થયું છે. રઈસી જે હેલિકોપ્ટરમાં સવાર હતા તે બેલ 2012 હતું. આ હેલિકોપ્ટર અમેરિકા નિર્મિત છે. જો કે 1979ની ઈસ્લામિક ક્રાંતી બાદથી હેલીકોપ્ટર વેચવામાં આવ્યા નથી. રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રી 1979માં બનેલા એટલે કે 55 વર્ષ જુના અમેરિકી હેલિકોપ્ટરમાં જ દુર્ઘટનાગ્રસ્ત થયા હતા.  બેલને અમેરિકાએ પહેલી વખત 1960ના દશકના અંતમાં રજૂ કર્યું હતું. તેની શરૂઆત બેલ 205 તરીકે થઈ હતી અને પછી બેલ 212એ દુનિયામાં ઓળખ બનાવી લીધી હતી. અમેરિકાના ટેક્સાસમાં બેલ ટેક્સટ્રોનની ઓફિસ છે. જે પ્રમુખ અમેરિકી એરોસ્પેસ નિર્માતા છે. બેલ 2012 તેના પ્રતિષ્ઠિત મોડેલમાંથી એક છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024