• મંગળવાર, 18 જૂન, 2024

‘આપ’ને ખતમ કરવા ‘ઓપરેશન ઝાડુ’ : કેજરીવાલ

મંજૂરી વિના ભાજપ હેડ ક્વાર્ટર કૂચ કરતા પોલીસે અટકાવ્યા, પ્રદર્શન પૂર્ણ કરી પરત ફર્યા

પાર્ટી નેતાઓની ધરપકડ, ખાતાઓ કરાશે સીઝ, કાર્યાલય ખાલી કરાવશે : આરોપ

નવી દિલ્હી, તા.19 : રવિવારે ભાજપ હેડક્વાર્ટર ખાતે કૂચનું એલાન કરનાર દિલ્હીના મુખ્યમંત્રી-આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે, આમ આદમી પાર્ટીને ખતમ કરવા વડાપ્રધાન મોદીએ ‘ઓપરેશન ઝાડુ’ ઘડયું છે. જેમાં આપ નેતાઓની ધરપકડ, પાર્ટીનાં બેન્ક ખાતાઓ સીઝ કરવામાં આવશે ત્યાર બાદ પાર્ટીનું કાર્યાલય ખાલી કરાવવામાં આવશે.

ભાજપ હેડક્વાર્ટર કૂચ પહેલાં કાર્યકરોને સંબોધનમાં તેમણે વડાપ્રધાન મોદી, ભાજપા પર નિશાનો સાધ્યો અને કહ્યંy કે, વડાપ્રધાન મોદી આપ ને ખતમ કરવા ઈચ્છે છે. ઓપરેશન ઝાડૂ હેઠળ પાર્ટીના નેતાઓની ધરપકડ કરવામાં આવી રહી છે. અમોને રસ્તા ઉપર લાવવા ભાજપ દ્વારા 3 યોજના ઘડવામાં આવી છે છતાં તેઓ આપ ને ખતમ નહીં કરી શકે. આપની વિચારધારા દેશમાં ઝડપથી ફેલાઈ રહી છે.

કેજરીવાલે એલાન કર્યું કે અમે ભાજપ હેડક્વાર્ટર કૂચ કરીશું અને અમોને જ્યાં રોકવામાં આવશે ત્યાં બેસી જઈશું, ધરપકડ કરે તો ઠિક નહીં તો તેમની હાર થશે. આ પહેલાં દિલ્હી પોલીસે આપ ના કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી. પોલીસે કહ્યંy કે, આપ એ પ્રદર્શન માટે મંજૂરી લીધી નથી એટલે કૂચની મંજૂરી આપવામાં નહીં આવે. પોલીસે ભાજપ હેડક્વાર્ટર બહાર સુરક્ષા વધારી કલમ 144 લાગુ કરી હતી. ડીડીયુ રોડ પર ટ્રાફિક બંધ કરાયો હતો. મુખ્યમંત્રી કેજરીવાલ, પાર્ટીના સાંસદ, ધારાસભ્યો અને કાર્યકરોને ભાજપ હેડ ક્વાર્ટરથી 800 મીટર દૂર જ અટકાવી દેવાયા હતા. દરમિયાન નારેબાજી થઈ હતી. બાદમાં કેજરીવાલ સમર્થકો સાથે પ્રદર્શન પૂર્ણ કરી ઘરે પરત ફર્યા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

કોટડા સાંગાણીમાં વીજપોલમાંથી શોક લાગતા બળદનું મોત નીપજ્યું June 17, Mon, 2024