• મંગળવાર, 18 જૂન, 2024

લઘુમતી અંગે વડાપ્રધાનની ટિપ્પણી પર વિપક્ષોના આકરા પ્રહાર ભાજપની વિચાર ધારા મુસ્લિમ વિરોધી : મોદી જુઠું બોલી રહ્યા છે

નવી દિલ્હી, તા. 20 (પીટીઆઇ) : વિપક્ષે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લઘુમતીઓ વિરુ દ્ધ કયારેય એક શબ્દ બોલ્યા નથી. તેવો ટિપ્પણી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, તેઓ જૂઠું બોલી રહ્યા છે કારણ કે તેઓ દરેક ઉપલબ્ધ મંચ પરથી મુસ્લિમો વિરુદ્ધ દ્વેષપૂર્ણ શબ્દો બોલતા રહ્યા છે. પીટીઆઇને આપેલી મુલાકાતમાં મોદીએ કહ્યું હતું કે, તેમણે લઘુમતીઓ વિરુદ્ધ કયારેય એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી અને ભાજપે તેમની વિરુદ્ધ આજે જ નહીં પરંતુ કયારેય પ્રતિક્રિયા કરી નથી. જોકે મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે તે કોઇને પણ ખાસ નાગરિક તરીકે સ્વીકારવા તૈયાર નથી.

વડાપ્રધાનની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા સીપીઆઇના જનરલ સેક્રેટરી ડી રાજાએ કહ્યું તે સંપૂર્ણપણે જુઠું છે. મોદી જાણે છે કે ભાજપ મુસ્લિમો વિશે કેવી રીતે વાત કરે છે. કોણે મંગલસૂત્ર વિશે વાત કરી, માતાઓ વધુ બાળકોને જન્મ આપે છે. મુસ્લિમો અને અન્ય લઘુમતીઓમાં અનાદર કરવામાં આવ્યો છે અને તેમને ઘણા યોગ્ય અધિકારોથક્ષ વંચિત રખાયા છે. આરોપ લગાડતા તેણે કહ્યું કે ભાજપ -આર એસ એસ લઘુમતીઓને અવમૂલ્યન કરવા અને તેમની મજાક ઉડાડવાની ભયજનક રૂપરેખા અપનાવી રહ્યા છે.

રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે કહ્યું કે વિકસિત ભારત તરફ લઇ જનાર શિક્ષણ અને સ્વાસ્થ્યની કોઇ વાત નથી કરવામાં આવતી પરંતુ મંગલસૂત્રની ચર્ચા કરવામાં આવી રહી છે. તેઓ દેશના વિકાસ વિશે નથી વિચારતા પરંતુ તેમના પક્ષના વિકાસ માટે વિચારી રહ્યા છે તેમ સિબલે જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

કોટડા સાંગાણીમાં વીજપોલમાંથી શોક લાગતા બળદનું મોત નીપજ્યું June 17, Mon, 2024