• શનિવાર, 27 જુલાઈ, 2024

ધોનીના 110 મીટરના છક્કાથી અમને ફાયદો થયો : કાર્તિક

બેંગ્લુરુ, તા.19 : આઇપીએલનો ગઈકાલનો મેચ સીએસકે અને આરસીબી માટે કરો યા મરો સમાન હતો. આ મેચમાં આરસીબીએ વિપરિત પરિસ્થિતિમાં પ વિકેટે 218 રન કર્યા હતા. આ પછી સીએસકે માટે જીતનો લક્ષ્યાંક 219 રને પ્લેઓફમાં પહોંચવાનો લક્ષ્યાંક 201 રન હતો, પણ ધોનીની ટીમ 7 વિકેટે 191 રને અટકી ગઈ હતી. ધોનીની ટીમને પ્લે ઓફમાં પહોંચવા આખરી ઓવરમાં 17 રનની જરૂર હતી. યશ દયાલની આ ઓવરના પહેલા દડે ધોનીએ 110 મીટરનો છક્કો ફટકાર્યો હતો. હવે મેચ બાદ આરસીબીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેનો વિકેટકીપર દિનેશ કાર્તિક કહે છે કે ધોનીના 110 મીટરના છક્કાથી ચેન્નાઇને નહીં અમને ફાયદો થયો કારણ કે બોલ સ્ટેન્ડની બહાર ગયો હતો અને ખોવાઈ ગયો હતો. આથી બોલ બદલાયો અને અમને ફાયદો થયો. અમને નવો દડો મળ્યો અને મેચ જીતી ગયા. વિરાટ કોહલીએ પણ સ્વીકાર્યું કે નવા દડાને લીધે મેચમાં ઘણું અંતર પેદા થયું. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ધોની છકકો માર્યા બાદ બીજા દડે આઉટ થયો હતો અને પછીના ચાર દડામાં ચેન્નાઈ ટીમ એક રન જ કરી શક્યું હતું. આખરી બે દડામાં જાડેજા 10 રન કરી શક્યો ન હતો. તે બન્ને દડા ચૂકી ગયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024