• બુધવાર, 22 મે, 2024

IPLના ખર્ચાળ બોલર નોર્ખિયાનો દ. આફ્રિકાની વર્લ્ડ કપ ટીમમાં સમાવેશ

માર્કરમ કેપ્ટન : બાવૂમાની બાદબાકી : રયાન રિકેલ્ટન અને ઓટનિલ બાર્ટમેન નવા ચહેરા 

જોહાનિસબર્ગ, તા.30 : આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ ટીમ તરફથી રમી રહેલ અને સતત કંગાળ દેખાવ કરી રહેલ ઝડપી બોલર એનરિક નોર્ખિયાનો દ. આફ્રિકાની ટી-20 વર્લ્ડ કપ ટીમમાં સમાવેશ કરાયો છે. વન ડે અને ટેસ્ટ ટીમના કેપ્ટન તેંબા બાવૂમાનું ટી-20 વર્લ્ડ કપની ટીમમાંથી પત્તું કપાયું છે. એડન માર્કરમ 1પ ખેલાડીની દ. આફ્રિકાની ટીમનું સુકાન સંભાળશે. બે અનકેપ્ટડ ખેલાડી વિકેટકીપર-બેટર રયાન રિકેલ્ટન અને ફાસ્ટ બોલર ઓટનિલ બાર્ટમેન આફ્રિકાની ટીમમાં નવા ચહેરા છે.

આઇપીએલમાં રમી રહેલ ક્વિંટન ડિ’કોક, હેનરિક કલાસેન, ટ્રિસ્ટન સ્ટબ્સ, કાગિસો રબાડા, ડેવિડ મિલર, કેશવ મહારાજ, એનરિક નોર્ખિયા  અને ગેરાલ્ડ કોએત્ઝી દ. આફ્રિકાની ટી-20 વર્લ્ડ કપ ટીમમાં સામેલ છે. બે ઝડપી બોલર લૂંગી એન્ડિગી અને આંદ્રે બર્ગરને રિઝર્વ ખેલાડી તરીકે રાખવામાં આવ્યા છે. આ બન્ને આફ્રિકાની ટીમ સાથે વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકાનો પ્રવાસ કરશે. દ. આફ્રિકા તેના અભિયાનની શરૂઆત 3 જૂને ન્યૂયોર્કમાં શ્રીલંકા સામે કરશે.

દ. આફ્રિકા ટીમ : એડન માર્કરમ (કેપ્ટન), ઓટનિલ બાર્ટમેન, ગેરાલ્ડ કોએત્ઝી, ક્વિંટન ડિ’કોક, બ્યોર્ન ફોર્ટુઇન, રિઝા હેનરિક્સ, માર્કો યાનસન, હેનિરક કલાસેન, કેશવ મહારાજ, ડેવિડ મિલર, એનરિક નોર્ખિયા, કાગિસો રબાડા, રયાન રિકેલ્ટન, તબરેઝ શમ્સી અને ટ્રિસ્ટન સ્ટબ્સ. નાંદ્રે બર્ગર અને લૂંગી એન્ડિગી રિઝર્વ ખેલાડી

ઇ-પેપરના નવા શુલ્ક