• શનિવાર, 27 જુલાઈ, 2024

ઇંગ્લેન્ડ વિ. 3-1થી શ્રેણી કબજે કરતું ભારત: રાંચી ટેસ્ટમાં 5 વિકેટે વિજય

પહેલા દાવમાં 90 અને બીજા દાવમાં અણનમ 39 રન કરનાર વિકેટકીપર ધ્રુવ જુરેલ પ્લેયર ઓફ ધ મેચ 

રાંચી, તા.26: ટીમ ઇન્ડિયાએ સરજમીં પર સતત 17મી ટેસ્ટ શ્રેણીમાં જીત મેળવી છે. આજે ચોથા ટેસ્ટમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ પ વિકેટે ઝળહળતી ફતેહ હાંસલ કરીને ભારતીય ટીમે પ મેચની શ્રેણી 3-1ની અતૂટ સરસાઈથી ગજવે કરી લીધી છે. મેચના આજે ચોથા દિવસે 192 રનનો વિજય લક્ષ્યાંક ભારતે પ વિકેટે હાંસલ કરી લીધો હતો. પહેલા દાવમાં 90 અને બીજા દાવમાં અણનમ 39 રનની ઇનિંગ રમનાર યુવા વિકેટકીપર ધ્રુવ જુરેલ તેની કેરિયરના બીજા ટેસ્ટમાં જ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. કપ્તાન રોહિત શર્મા (પપ) અને શુભમન ગિલે અણનમ અર્ધસદી (પ2) કરી હતી. શ્રેણીનો ત્રીજો અને આખરી મેચ ધર્મશાલા ખાતે 7 માર્ચથી રમાશે.

ભારતે આજે તેનો દાવ વિના વિકેટે 40 રનથી આગળ વધાર્યો હતો. કપ્તાન રોહિત અને યુવા યશસ્વી વચ્ચે પહેલી વિકેટમાં 84 રનની ભાગીદારી થઈ હતી. આ પછી રજત પાટીદાર (0), રવીન્દ્ર જાડેજા (4) અને સરફરાઝ ખાન (0)ની ઉપરા ઉપરી વિકેટ પડી હતી. આથી મેચમાં ઇંગ્લેન્ડની વાપસી થઈ હતી. લંચ બાદ રવીન્દ્ર અને સરફરાઝ ઉપરાઉપરી બે દડામાં આઉટ થયા હતા. આથી ભારત ભીંસમાં આવ્યું હતું.

120 રને પ વિકેટ ગુમાવ્યા બાદ શુભમન ગિલ અને ધ્રુવ જુરેલે ઇંગ્લેન્ડના બોલરોનો મક્કમતાથી સામનો કરીને છઠ્ઠી વિકેટની ભાગીદારીમાં 72 રન કરીને ભારતને જીત સાથે શ્રેણી વિજય અપાવ્યો હતો. શુભમન ગિલ 124 દડામાં 2 છકકાથી પ2 રનની પરિપકવ ઇનિંગ રમી અણનમ રહ્યો હતો જ્યારે નવી સનસની વિકેટકીપર ધ્રુવ જુરેલે 77 દડામાં અણનમ 39 રન કર્યા હતા. ભારતે 61 ઓવરમાં પ વિકેટે 192 રન કરીને પ વિકેટે શાનદાર વિજય સાથે 3-1થી શ્રેણી કબજે કરી હતી. બીજા દાવમાં ઇંગ્લેન્ડ તરફથી શોએબ બશીરે 3 વિકેટ લીધી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024