• શનિવાર, 07 માર્ચ, 2026

અફઘાનનાં બગરામ એરબેઝ ઉપર પાક.નો હુમલો એક વિમાન હેંગર અને બે ગોડાઉન નષ્ટ

નવી દિલ્હી, તા.6: અફઘાનિસ્તાન તરફથી સૈન્ય ચોકીઓ ઉપર કરવામાં આવેલી કાર્યવાહીથી રઘવાયા બનેલા પાકિસ્તાને હવે અફઘાનિસ્તાનનાં બગરામ એર બેઝને નિશાન બનાવ્યું છે. પાકિસ્તાનનો આરોપ છે કે, અફઘાનિસ્તાન પોતાની જમીનથી થતાં આતંકવાદી હુમલાઓને રોકવામાં વિફળ રહ્યું છે.

જેવી રીતે પાકિસ્તાન પોતાની ભૂમિ ઉપરથી ભારતમાં આતંકવાદી કૃત્યો મુદ્દે નનૈયો ભણતું રહ્યું છે તેવી જ રીતે અફઘાનિસ્તાનનું તાલિબાન શાસન પણ પાકિસ્તાનનાં આવા આરોપોને નકારી કાઢે છે.  પાકિસ્તાને 26મી ફેબ્રુઆરીની રાતે અફઘાન તાલિબાન ખિલાફ ઓપરેશન ગજબ લિલ હક શરૂ કર્યુ હતું. આ પહેલા તાલિબાને પાક. સીમાએ પ3 સ્થળે હુમલા બોલાવ્યા હતાં. ત્યારબાદ હવે જાણવા મળે છે કે, પાકે. બગરામ વાયુસેના મથક ઉપર હુમલો કર્યો છે. આ હુમલામાં એક વિમાન હેંગર અને બે ગોડાઉન નષ્ટ થઈ ગયા છે. જેની સેટેલાઈટ ઈમેજ પણ મીડિયામાં જારી થઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ડે/નાઇટ ટેસ્ટમાં ભારતીય મહિલા ટીમ 198 રને ઓલઆઉટ ઓસ્ટ્રેલિયાના 3 વિકેટે 96 : હજુ 102 રન પાછળ March 07, Sat, 2026