• બુધવાર, 04 માર્ચ, 2026

સ્મૃતિ મંધાના ફરી વન ડેની ટોચની બેટર

દુબઇ, તા.3: ભારતીય મહિલા ટીમની સ્ટાર બેટર સ્મૃતિ મંધાના આઇસીસી વન ડે બેટિંગ ક્રમાંકમાં ફરી ટોચના સ્થાન પર પહોંચી છે. હાલમાં ઓસ્ટ્રેલિયા સામે સમાપ્ત થયેલી 3 મેચની વન ડે શ્રેણીમાં સ્મૃતિએ પ8 અને 31 રનની ઈનિંગ રમી હતી. આથી સ્મૃતિ મંધાનાના 790 રેટિંગ પોઇન્ટ થયા છે અને દ. આફ્રિકાની લોરા વોલવાર્ટ (782)ને પાછલ રાખીને પહેલા ક્રમે આવી ગઇ છે. પોતાના અંતિમ વન ડેમાં સદી કરનાર ઓસ્ટ્રેલિયન કેપ્ટન એલિસા હિલીએ 744 અંક સાથે ચોથા ક્રમે રહી કેરિયર પૂરી કરી છે. બેથ મૂની ત્રીજા અને એશ્લે ગાર્ડનર પાંચમા નંબર પર છે. ભારતીય કપ્તાન હરમનપ્રિત કૌર નવમા અને જેમિમા રોડ્રિગ્સ 12મા સ્થાને છે.

ઓસ્ટ્રેલિયન બોલર એલેના કિંગ 77પ પોઇન્ટ સાથે નંબર વન બોલર છે. તેણીએ લગભગ ચાર વર્ષ સુધી ટોચ પર રહેનાર સોફી એકલેસ્ટોનને પાછળ રાખી દીધી છે. એલેના કિંગે ભારત સામેની શ્રેણીમાં 7 વિકેટ લીધી હતી. એશ્લે ગાર્ડનર ત્રીજા સ્થાને છે.

ઇ-પેપરના નવા શુલ્ક