• શનિવાર, 07 માર્ચ, 2026

ડે/નાઇટ ટેસ્ટમાં ભારતીય મહિલા ટીમ 198 રને ઓલઆઉટ ઓસ્ટ્રેલિયાના 3 વિકેટે 96 : હજુ 102 રન પાછળ

પર્થ તા.6: એકમાત્ર ડે/નાઇટ ટેસ્ટ મેચના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયા સામે ભારતીય મહિલા ટીમ સસ્તામાં 198 રને ઓલઆઉટ થઇ હતી. પહેલા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયા મહિલા ટીમના 3 વિકેટે 96 રન થયા હતા. આથી તે હજુ 102 રન પાછળ છે અને 7 વિકેટ અકબંધ છે. ભારત તરફથી જેમિમા રોડ્રિગ્સે અર્ધસદી કરી હતી.

આજની રમત બંધ રહી ત્યારે એલિસ પેરી 43 રને અને એનાબેલ સદરલેન્ડ 20 રને નોટઆઉટ રહી હતી. જોર્જિયા વોલ 2, ફીબી લિચફિલ્ડ 9 અને આખરી ઇન્ટરનેશનલ મેચ રમી રહેલ કાંગારૂ કેપ્ટન એલિસા હિલી 13 રને આઉટ થઇ હતી. ભારત તરફથી સાયલી સતધરેએ 2 અને ક્રાંતિ ગૌડે 1 વિકેટ લીધી હતી.

આ પહેલા ભારતીય ટીમ તેના પહેલા દાવમાં 62.4 ઓવરમાં 198 રને ઓલઆઉટ થઇ હતી. જેમિમાએ 7 ચોક્કાથી બાવન રન કર્યાં હતા. શેફાલી વર્માએ 3પ, અને કાશ્વી ગૌતમે અણનમ 34 રન બનાવ્યા હતા. સ્ટાર બેટર સ્મૃતિ મંધાના 4, કેપ્ટન હરમનપ્રિત કૌર 19, પ્રતિકા રાવલ 18, ઋચા ઘોષ 11 અને દીપ્તિ શર્મા 7 રને આઉટ થઇ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી એનાબેલ સદરલેન્ડે 4 વિકેટ લીધી હતી. લૂસી હેમિલ્ટનને ડેબ્યૂ મેચમાં 3 વિકેટ મળી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક