• શનિવાર, 07 માર્ચ, 2026

ભાવનગરમાં થયેલ લૂંટનો આરોપી ઝડપાયો

ભાવનગર તા.5 : ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્યક્તિને છરી બતાવી કાનની બુટ્ટી લૂંટી લેવાના ગુનાનો ભેદ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. પોલીસે લૂંટ કરનાર રીઢા ગુનેગારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે ગઈ તા. 20/2/2026ના રોજ શહેરના વડવા માઢીયા ફળી સબ સ્ટેશનવાળી શેરીમાં મચ્છી વેચતા ફરિયાદી પાસે આવી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ કાનની સોનાની બુટ્ટી ખેંચી લેતા કાનમાં ગંભીર ઈજા થઈ હતી, જેમાં ફરિયાદીને પ ટાંકા  આવ્યા હતા.  એક તોલા વજનના  સોનાના ઘરેણાની લૂંટ કરી આરોપી નાસી છૂટ્યો હતો.  બનાવની ફરિયાદ પરથી પોલીસે શાહનવાજ કરીમભાઈ હાલા (ઉ.વ. 29, રહે. વડવા, વરતેજીયા ફળી) ને ઝડપી પાડ્યો હતો. પોલીસની કડક પૂછપરછમાં તેણે લૂંટના આ ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ડે/નાઇટ ટેસ્ટમાં ભારતીય મહિલા ટીમ 198 રને ઓલઆઉટ ઓસ્ટ્રેલિયાના 3 વિકેટે 96 : હજુ 102 રન પાછળ March 07, Sat, 2026