ICC ટૂર્નામેન્ટના ફાઇનલમાં પણ કિવિઝ ટીમ 2-1થી આગળ : અમદાવાદમાં કાલે રમાનાર ફાઇનલ મુકાબલામાં ભારતીય ઇલેવનમાં કુલદીપને તકની સંભાવના
અમદાવાદ,
તા.6: ટી-20 વિશ્વ કપના ખિતાબી જંગની તસવીર સાફ થઇ ગઇ છે. રવિવારે અમદાવાદના નરેન્દ્ર
મોદી સ્ટેડિયમ પર વર્તમાન ચેમ્પિયન ભારતની ટકકર ડાર્કહોર્સ ન્યુઝીલેન્ડ સામે થશે. ટીમ
ઇન્ડિયાએ ટી-20 વિશ્વ કપ ઇતિહાસમાં ચોથીવાર ફાઇનલમાં જગ્યા બનાવી છે અને ત્રીજા ખિતાબથી
હવે ફક્ત એક જીત જ દૂર છે. ન્યુઝીલેન્ડ ટીમ બીજીવાર ટી-20 વર્લ્ડ કપના ફાઇનલમાં પહોંચી
છે. તેની નજર લિમિટેડ ઓવર્સના પહેલા વિશ્વ કપ પર છે. ટીમ એકવાર ચેમ્પિયન્સ ટ્રોફી અને
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી ચૂકી છે.
અત્રે
એ ઉલ્લેખનિય રહેશે કે ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા અત્યાર સુધીમાં કયારે પણ ન્યુઝીલેન્ડ
ટીમને હાર આપી શકી નથી. બન્ને ટીમ વચ્ચે ત્રણ ટક્કર થઇ છે. જે ત્રણેય મેચમાં કિવિઝ
ટીમનો વિજય થયો છે. છેલ્લે ટી-20 વર્લ્ડ કપમાં ભારત-ન્યુઝીલેન્ડનો સામનો 2021માં થયો
હતો. ત્યારે ન્યુઝીલેન્ડનો 8 વિકેટે વિજય થયો હતો. પહેલીવાર 2007ના વિશ્વ કપમાં ટકકર
થઇ હતી. ત્યારે કિવિઝનો 10 રને વિજય થયો હતો. જો કે એ વિશ્વ કપમાં ભારતની ટીમ વિશ્વ
વિજેતા બની હતી. એ પછી ટી-20 વિશ્વ કપમાં ભારત-કિવિઝ ટીમ છેક 2016માં ટકરાઇ હતી. ત્યારે
પણ કિવિઝનો 47 રને સરળ વિજય થયો હતો. આ આંકડા ભારતીય ટીમ માટે ફાઇનલ અગાઉ ચિંતાજનક
છે.
આઇસીસી
ટૂર્નામેન્ટના ફાઇનલમાં અગાઉ બન્ને ટીમની ટક્કર થઇ ચૂકી છે. પહેલીવાર વર્ષ 2000ની ચેમ્પિયન્સ
ટ્રોફી ફાઇનલ મેચ ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયો હતો. ત્યારે ક્રિસ કેઇન્સના ઓલરાઉન્ડ
દેખાવથી ન્યુઝીલેન્ડનો 4 વિકેટે વિજય થયો હતો. 26પ રનનો ટાર્ગેટ 49.4 ઓવરમાં ચેઝ કર્યો
હતો. આ પછી છેક 2021માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં ટક્કર થઇ હતી. આ મેચમાં
કિવિઝ ટીમનો 8 વિકેટે વિજય થયો હતો. છેલ્લે 202પ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-ન્યુઝીલેન્ડ
આમને-સામને હતા. ત્યારે ભારતીય ટીમનો વર્ચસ્વ સાથે 4 વિકેટે વિજય થયો હતો. ટીમ ઇન્ડિયાએ
2પ2 રનનો લક્ષ્યાંક 49 ઓવરમાં સર કર્યો હતો. આમ આઇસીસી ફાઇનલમાં હાલ ન્યુઝીલેન્ડ ટીમ
ભારતથી 2-1થી આગળ છે.
ટી-20
ઇન્ટરનેશનલમાં બન્ને ટીમ વચ્ચે કુલ 30 ટક્કર થઇ છે. જેમાં ભારતીય ટીમનો હાથ ઉપર રહ્યો
છે અને 18 મેચમાં વિજય થયો છે. આ સામે ન્યુઝીલેન્ડને 11 મેચમાં જીત મળી છે. એક મેચ
ટાઇ રહ્યો હતો. છેલ્લે વિશ્વ કપની ઠીક પહેલા બન્ને ટીમ વચ્ચે પાંચ મેચની શ્રેણી રમાઇ
હતી. જેમાં ભારતનો 4-1થી શાનદાર વિજય થયો હતો.
અમદાવાદની
લાલ અને કાળી માટી મિશ્રિત પીચ પર સ્પિનર્સનો દબદબો રહ્યો છે. આથી મેચ ઘણો રોમાંચક
બની રહેશે કારણ કે બન્ને ટીમ પાસે સારા સ્પિન બોલર છે. ભારતની ચિંતા તેના નંબર વન મિસ્ટ્રી
સ્પિનર વરુણ ચક્રવર્તીનું કંગાળ ફોર્મ છે. તે સુપર-8 રાઉન્ડમાં ઘણો ખર્ચાળ બની રહ્યો
છે. ગઇકાલે પણ ઇંગ્લેન્ડ ટીમે વરુણને ટાર્ગેટ કર્યોં હતો. વરુણે 4 ઓવરમાં 1 વિકેટ લીધી
અને 64 રન લૂંટાવ્યા હતા. આથી ફાઇનલમાં કોચ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર વરુણ ચક્રવર્તીના
સ્થાને કુલદીપ યાદવને ઇલેવનમાં તક આપી શકે છે. બીજો એક વિકલ્પ અર્શદીપના સ્થાને કુલદીપને
અજમાવવાનો છે.
આઉટ
ઓફ ફોર્મ અભિષેક શર્માને પણ ઇલેવન બહાર કરવાની ચર્ચા ચાલી રહી છે. તે 7 મેચમાં 89 રન
જ કરી શક્યો છે. આ સ્થિતિમાં કુલદીપને અથવા રિંકુ સિંહને તક મળી શકે છે. કુલદીપને આ
સ્થિતિમાં તક આપવાથી બેટિંગ ઉંડાઇ ઓછી થશે.
ચોથીવાર
ફાઇનલમાં પહોંચવાનો ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ
સેમિ
ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામેની 7 રનની રોચક જીત સાથે ટીમ ઇન્ડિયાએ રેકોર્ડ ચોથીવાર અને
સતત બીજીવાર ટી-20 વિશ્વ કપના ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ પહેલા બે ટીમ પાકિસ્તાન (2007
અને 2009) અને શ્રીલંકા (2012 અને 2014) સતત બે વાર ફાઇનલમાં પહોંચ્યા છે. હવે આ ઉપલબ્ધિ
ટીમ ઇન્ડિયા (2024 અને 2026)એ હાંસલ કરી છે. ટીમ ઇન્ડિયા આ ઉપરાંત 2007 અને 2014માં
પણ ફાઇનલમાં પહોંચી હતી. 2007માં ચેમ્પિયન બની હતી. ઇંગ્લેન્ડ અને શ્રીલંકા ટીમ ટી-20
વિશ્વ કપના ફાઇનલમાં ત્રણ-ત્રણ વાર પહોંચી છે.