• શનિવાર, 07 માર્ચ, 2026

માર્ચના અંત સુધીમાં દેશ થશે નક્સલવાદથી મુક્ત : શાહ

અમિત શાહે કહ્યું, તિરુપતિથી પશુપતિ સુધી લાલ કોરિડોરનું સપનું જોનારા પરાજીત થશે

નવી દિલ્હી, તા. 6 : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભારત 31 માર્ચ સુધીમાં નક્સલવાદથી મુક્ત થઈ જવાનો દાવો કરતા કહ્યું હતું કે, સુરક્ષા દળ આંધ્ર પ્રદેશના તિરુપતિથી નેપાળના પશુપતિ સુધી લાલ કોરિડોર બનાવવાનું સપનું જોનારાને પરાજીત કરશે. શાહે કટર જિલ્લાના મુંડાલીમાં સીઆઈએસએફના 57મા સ્થાપના દિવસના અવસરે આયોજીત સમારોહમાં સંબોધન કરતા કહ્યું હતું કે, સીઆઈએસએફ પ્રમુખ પ્રતિષ્ઠાનોને સુરક્ષા પ્રદાન કરીને દેશની આર્થિક વૃદ્ધિમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

અમિત શાહે કહ્યું હતું કે, તેઓ રાષ્ટ્રને આશ્વસ્ત કરવા માગે છે કે દેશ 31 માર્ચ સુધીમાં નક્સલવાદથી મુક્ત થઈ જશે. શાહે કહ્યું હતું કે પીએમ મોદીના દૂરદર્શી નેતૃત્વમાં દેશથી નક્સલવાદને મુળથી ઉખાડી ફેંકવો સુરક્ષા દળો માટે મોટી ઉપલબ્ધી બનશે. સુરક્ષા દળો અપેક્ષા ઉપર ખરા ઉતર્યા છે અને દેશ હવે લાલ વિદ્રોહીઓનો સફાયો કરવાની કગારે છે.

આ દરમિયાન ગુરુવારે દંતેવાડા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં પાંચ લાખ રૂપિયાનો ઈનામી નક્સલી ઠાર થયો હતો. નકસલીની ઓળખ બુરજી ગામના રાજેશ પુનેમ થરીકે થઈ હતી. જે માઓવાદીના ભૈરમગઢ એરિયા કમિટીનો સભ્ય હતો. તેની ઉપર પાંચ લાખ રૂપિયાનું ઈનામ ઘોષિત હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ડે/નાઇટ ટેસ્ટમાં ભારતીય મહિલા ટીમ 198 રને ઓલઆઉટ ઓસ્ટ્રેલિયાના 3 વિકેટે 96 : હજુ 102 રન પાછળ March 07, Sat, 2026