• મંગળવાર, 03 માર્ચ, 2026

IPL પછી ભારત-અફઘાનિસ્તાન વચ્ચે એક ટેસ્ટ અને ત્રણ વન ડેની શ્રેણી

નવી દિલ્હી તા.2: ભારતીય ટીમ આઇપીએલ બાદ જૂનમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ એક ટેસ્ટ અને ત્રણ વન ડેની શ્રેણી ઘરઆંગણે રમશે. અફઘાનિસ્તાન ટીમનો ભારત પ્રવાસનો પહેલો મેચ એકમાત્ર ટેસ્ટ હશે. જે 6 જૂનથી 10 જૂન દરમિયાન ન્યૂ ચંદિગઢ ખાતે રમાશે. આ પછી 14, 17 અને 20 જૂને ક્રમશ: ધર્મશાલા, લખનઉ અને ચેન્નાઇમાં ત્રણ વન ડે મેચની શ્રેણી રમાશે. ભારત-અફઘાનિસ્તાન વચ્ચે આ ફક્ત બીજો ટેસ્ટ મેચ હશે. અગાઉ અફઘાન ટીમ ભારત સામે પહેલો ટેસ્ટ 2018માં રમી હતી. જેમાં ટીમ ઇન્ડિયાનો એક દાવ અને 262 રને વિજય થયો હતો. આ વખતનો ટેસ્ટ મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો હિસ્સો હશે નહીં. આઇપીએલન ફાઇનલ મેચ 31 મેના રમાવાનો છે. તેના 6 દિવસ પછી આ શ્રેણી શરૂ થશે.

ભારત-અફઘાનિસ્તા વચ્ચે પહેલીવાર દ્વિપક્ષી વન ડે શ્રેણી રમાશે. આ ફોર્મેટમાં અગાઉ એશિયા કપ અથવા વિશ્વ કપમાં આમને-સામને આવ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક