હુમલા કરવા રોજનો 90 કરોડ ડોલરનો ધૂમાડો: પેંટાગોનને જલ્દી જરૂર પડશે વધારાનું બજેટ
નવી
દિલ્હી, તા.6: અમેરિકા અને ઈઝરાયલે ઈરાન ઉપર આક્રમણ કર્યુ ત્યારથી શરૂ થયેલા યુદ્ધને
હવે સાત દિવસ થઈ ગયા છે અને આ યુદ્ધ અમેરિકાને ભારે ખર્ચાળ સાબિત થઈ રહ્યું છે. અમેરિકી
થિંક ટેન્ક સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝ (સીએસઆઈએસ)નાં વિશ્લેષણ
અનુસાર ઈરાન સામે ઓપરેશન એપિક ફ્યૂરીનાં પહેલા 100 કલાકમાંજ અમેરિકાને આશરે 3.7 અબજ(એટલે
કે 31 હજાર કરોડ રૂપિયા)નું આંધણ કરવું પડયું હતું.
આ
રિપોર્ટ અનુસાર યુદ્ધનાં પ્રથમ 100 કલાક દરમિયાન અમેરિકાને પ્રતિદિન સરેરાશ 90 કરોડ
ડોલરનો ખર્ચ થયો હતો. આમાં તજજ્ઞોનાં હવાલેથી કહેવામાં આવ્યું છે કે, શરૂઆતી તબક્કામાં
સૌથી વધુ ખર્ચ મોંઘા હથિયારો, મિસાઈલો અને બોમ્બનાં ઉપયોગમાં થયો હતો. પેટ્રીયટ જેવી
એર ડિફેન્સ ઈન્ટરસેપ્ટર સિસ્ટમ ઉપર 1.7 અબજ ડોલરનો ખર્ચ થયો હતો. જ્યારે 1.પ અબજ ડોલર
મિસાઈલ અને અન્ય આક્રમક હથિયારો પાછળ ખર્ચાયા છે. આ ઉપરાં. 12પ મિલિયન ડોલર યુદ્ધ વિમાનો
અને હવાઈ ઓપરેશનો માટે ખર્ચ થયો છે. આમાં આગળ કહેવામાં આવ્યું છે કે, આ યુદ્ધ આગળ લંબાય
તો તેને જારી રાખવા માટે અમેરિકી રક્ષા મંત્રાલય એટલે કે પેંટાગોને જલ્દી વધારાનું
બજેટ પણ માગવું પડી શકે છે.