• શનિવાર, 07 માર્ચ, 2026

સુરતમાં ડોક્ટરે કાર પરથી કાબૂ ગુમાવતા 5 લોકોને અડફેટે લીધા

સુરત, તા. 6 : સુરતના પાલ ભાઠા ગામ ગ્રીન સિટી ગોલ્ડ ખાતે રહેતા ડૉ. વિરલકાંત નલિનકાંત ચૌધરી (ઉં.39) વ્યવ્સાયે ડોક્ટર છે. દરમિયાન ગત મોડી રાત્રે ડૉ. વિરલકાંત સુદીપ હોસ્પિટલથી દર્દીની સર્જરી બાદ મોડી રાત્રે પાલ ઉમરા બ્રીજ તરફના છેડા પરથી તેની હોન્ડા ડબલ્યુ.આર.વી કાર નં.જીજે-19-એએમ -8976 લઈને પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યા હતા તે વેળાએ વાહન પરથી કાબૂ ગુમાવતા ગભરાટમાં બ્રેકને બદલે એક્સીલિટર દબાઈ જતાં બ્રિજ પર જઈ રહેલા એક ટેમ્પો અને 3 બાઈક ચાલક સહિત કુલ 5 લોકોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં હિમ્મતભાઈ બોરીચા (ઉં.45), ભાવીકાબેન ચુડાસમા(ઉં.32), પારૂલબેન રાઠોડ (ઉં.35), મનીષાબેન રાઠોડ(ઉં.40) અને પ્રકાશાસિંગ(ઉં.35)નો સમાવેશ થાય છે. આ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક મૈત્રી, સિવિલ અને સાયોના જેવી વિવિધ હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.          

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ડે/નાઇટ ટેસ્ટમાં ભારતીય મહિલા ટીમ 198 રને ઓલઆઉટ ઓસ્ટ્રેલિયાના 3 વિકેટે 96 : હજુ 102 રન પાછળ March 07, Sat, 2026