• શુક્રવાર, 06 માર્ચ, 2026

પેઢલા નજીક કારચાલકે બે બાઇકને અડફેટે લીધા, એક યુવકનું મૃત્યુ

3 યુવકને ઇજા પહોંચતા સારવારમાં : કારમાંથી દેશી દારૂની ખાલી કોથળી મળી આવી, ચાલક ફરાર

જેતપુર તા.5 : જેતપુરના ધોરાજી નેશનલ હાઇવે પર પેઢલા ચોકડી પાસે મંગળવાર રાતે એક કારચાલકે બે બાઇકને અડફેટે લેતા ચાર યુવક ઇજાગ્રસ્ત થયા હતાં. જેમાં બે યુવકોને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં એક યુવકનું આજે જૂનાગઢ સરકારી હોસ્પીટલે સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું

મળતી માહિતી પ્રમાણે મંગળવાર રાત્રીના સમયે ધોરાજી નેશનલ હાઇવે પર પેઢલા ચોકડી પાસે એક કારચાલકે એક એકટીવા અને એક બાઇક એમ બે બાઇક પર જતાં ચાર યુવાનને અડફેટે લેતા ઇજા પહોંચી હતી. જેમાં ચારેયને પ્રથમ જેતપુર સરકારી હોસ્પીટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા ત્યાં પ્રાથમિક સારવાર આપી બે યુવાનોની હાલત ગંભીર હોવાથી તેઓને રીફર કરવામાં આવ્યા હતાં. જેમાં બે યુવાનોમાં કિશોર સાયરીયા ઉ.વ.22 નામના યુવાનને સારવાર કારગત ન નિવડતા તેનું સારવાર દરમિયાન આજે મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત જે કારે સર્જ્યો હતો તે કારનો ચાલક અકસ્માત સર્જી બનાવ સ્થળેથી નાશી ગયો હતો. ત્યાં સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડયા તે લોકોએ કારમાં અંદર જોતા સીટ પર દેશી દારૂની ખાલી કોથળી પડી હતી. હાલ તો ઉદ્યોગનગર પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક