• શનિવાર, 07 માર્ચ, 2026

હવે દેશના પોર્ટની રક્ષા કરશે CISF

કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના સ્થાપના દિવસે ગૃહ મંત્રી અમિત શાહે કર્યું એલાન

નવી દિલ્હી, તા. 6 : દેશના પ્રમુખ સંસ્થાનો અને સંવેદનશીલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં બેજોડ સુરક્ષા કરનારા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ એટલે કે સીઆઈએસએફ હવે દેશના પોર્ટની સુરક્ષાની જવાબદારી પણ ઉઠાવશે. સંસદ ભવન પરિસરથી લઈને એરપોર્ટની સુરક્ષા કરનારા સીઆઈએસએફને પોર્ટની સુરક્ષા સોંપવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

ગૃહ મંત્રી અમિત શાહે સીઆઈએસએફના 57મા સ્થાપના દિવસે ઓરિસ્સાના મુંડલીમાં આયોજીત સ્થાપના દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે વીરતા, ત્યાગ અને બલિદાનની પર્યાય સીઆઈએસએફ આધુનિકતાને અપનાવીને દેશની સુરક્ષાની ઢાલ બની છે. ગૃહ મંત્રી શાહે કહ્યું હતું કે, પોતાની સ્થાપનાના 56 વર્ષ પુરા કરીને ઔદ્યોગિક સુરક્ષાના ક્ષેત્રમાં શૂન્યથી શિખર સુધી પહોંચનારી સીઆઈએસએફ વિના ભારતના ઔદ્યોગિક વિકાસની કલ્પના કરી શકાય નહી. તેમણે કહ્યું હતું કે પીએમ મોદીએ 2047 સુધીમાં દેશને પુરી રીતે વિકસિત બનાવવાનું જે લક્ષ્ય રાખ્યું છે તેમાં સીઆઈએસએફ મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.

શાહે કહ્યું હતું કે સીઆઈએસએફ આગામી સમયમાં ખાનગી ઔદ્યોગિક સમૂહોને પણ હાઈબ્રિડ મોડમાં સુરક્ષા પ્રદાન કરશે. આ સાથે શાહે 890 કરોડ રૂપિયાની પડતરના સીઆઈએસએફ સંબંધિત પાંચ આવાસીય પરિસરનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. જે ત્રણ પરિસરનું શિલાન્યાસ થયું છે તેમાં કામરુપ, નાસિક અને સીહોરના આવાસીય પરિસર સામેલ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ડે/નાઇટ ટેસ્ટમાં ભારતીય મહિલા ટીમ 198 રને ઓલઆઉટ ઓસ્ટ્રેલિયાના 3 વિકેટે 96 : હજુ 102 રન પાછળ March 07, Sat, 2026