• શનિવાર, 07 માર્ચ, 2026

એપસ્ટીન ફાઈલ્સ : ટ્રમ્પ ઉપર હવે યૌન શોષણનો આરોપ

એક મહિલાની કેફિયતની વિગતો ઉજાગર : ટ્રમ્પ-એપસ્ટીનનાં સંબંધોની નવી વિગતો બહાર આવતા ખળભળાટ

નવીદિલ્હી,તા.6: એપસ્ટીન ફાઈલ્સે દુનિયાનાં ગંદા રહસ્યો ઉજાગર કરી નાખ્યા છે. આ સિલસિલામાં જ વધુ એક સ્ફોટક દાવો થયો છે. અમેરિકાનાં ન્યાય વિભાગ સમક્ષ એક મહિલાની કેફિયતે ખળભળાટ મચાવી દીધો છે. ત્રણ ભાગમાં જારી થયેલા આ નિવેદનની વિગતો અનુસાર મહિલાએ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ  ટ્રમ્પ ઉપર જાતીય ઉત્પીડનનો આરોપ મૂક્યો છે.

અમેરિકામાં રાષ્ટ્રપતિ સંબંધિત એપસ્ટીન ફાઈલ્સ દબાવવામાં આવી રહ્યાંનાં વિપક્ષ ડેમોક્રેટ્સનાં આરોપ વચ્ચે ન્યાય વિભાગે આ નવી જાણકારીઓ જારી કરી છે. જો કે વ્હાઈટ હાઉસનાં પ્રેસ સચિવ કેરોલિન લીવિટે આ આરોપોને નિરાધાર ગણાવીને નકારી દીધા હતાં.

ન્યાય વિભાગે જારી કરેલા નવા દસ્તાવેજો અનુસાર મહિલાએ તપાસકારો સમક્ષ આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, તે જ્યારે 13થી 1પ વર્ષની હતી ત્યારે એપસ્ટીન તેને ન્યૂયોર્ક કે ન્યૂજર્સી લઈ ગયો હતો. જ્યાં એક મોટી ઈમારતમાં તેની મુલાકાત ટ્રમ્પ સાથે કરાવાઈ હતી. મહિલાનાં નિવેદન મુજબ યૌન શોષણ પહેલા ટ્રમ્પે રૂમમાં હાજર અન્ય લોકોને બહાર મોકલી દીધા હતાં. આ ઘટના પછી પણ મહિલા ટ્રમ્પને બે વખત મળેલી. જો કે તેની કોઈ વિગતો હજી બહાર આવી નથી.

મહિલાનો દાવો છે કે, તેણે ટ્રમ્પ અને એપસ્ટીનની વાતો સાંભળેલી અને તેમાં બ્લેકમેઈલની કોઈ ચર્ચા થઈ હતી. ટ્રમ્પે કેસિનોનાં માધ્યમથી નાણાની હેરાફેરીની ચર્ચા પણ એપસ્ટીન સાથે કરેલી. આ મહિલાનાં કહેવા અનુસાર એપસ્ટીને યૌન સંબંધો દરમિયાન અશ્લીલ તસ્વીરો પણ ખેંચી લીધી હતી અને પછી તેનો ઉપયોગ કરીને તેની માતાને બ્લેકમેઈલ કરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ડે/નાઇટ ટેસ્ટમાં ભારતીય મહિલા ટીમ 198 રને ઓલઆઉટ ઓસ્ટ્રેલિયાના 3 વિકેટે 96 : હજુ 102 રન પાછળ March 07, Sat, 2026