-10.14 સેકન્ડમાં 100 મીટર દોડીને રચ્યો ઈતિહાસ
નવી દિલ્હી, તા. 11 ઃ કોમનવેલ્થ ગેમ્સ પહેલા ભારતીય સ્પ્રિંટર અનિમેષ કુજૂરે શાનદાર પ્રદર્શન કરતા જર્મનીમાં ઈતિહાસ રચ્યો છે. 23 વર્ષીય
અનિમેષે વેટ્ઝલારમાં આયોજિત ફાસ્ટ આર્મ્સ ફાસ્ટ લેગ્સ મીટ (વર્લ્ડ એથલેટિક્સ કાન્ટિનેન્ટલ ટૂર ચેલેન્જર)ની 100 મીટર
ઇવેન્ટમાં 10.14 સેકન્ડનો
સમય કાઢીને બીજું સ્થાન મેળવ્યું હતું. આ વિદેશી ધરતી ઉપર કોઈપણ ભારતીય સ્પ્રિંટરનો અત્યારસુધીનો સૌથી ઝડપી સમય છે. અનિમેષે શુક્રવારે પહેલા હીટમાં 10.19 સેકન્ડનો
સમય લઈને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. બાદમાં ફાઇનલમાં પ્રદર્શનમાં સુધારો કરતા 10.14 સેકન્ડનો
નવો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવ્યો હતો.