ખંભાળિયા,તા.11:દ્વારકા સાયબર ક્રાઇમ ટીમ દ્વારા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર સાયબર પેટ્રાલિંગ દરમિયાન એક મોટી સફળતા મેળવી છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલી 4 અલગ-અલગ વીડિયો રિલ્સમાં જાહેર સુલેહ-શાંતિનો ભંગ થાય તે રીતે આરોપ-પ્રત્યારોપ કરવા તેમજ અભદ્ર અને ધમકીભરી ભાષામાં કોમેન્ટ કરનાર 19 અજાણી ઇન્સ્ટાગ્રામ આઇડી શોધી કાઢવામાં આવી હતી. આ વાંધાજનક આઇડી ધારકો વિરૂદ્ધ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ટેક્નિકલ વર્કઆઉટ અને સઘન તપાસના આધારે અલગ-અલગ ત્રણ ટીમો બનાવીને ત્રણ જિલ્લામાંથી આ તમામ 19 આરોપીઓને કુલ 19 મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દ્વારકા
એસ.પી જયરાજાસિંહ વાળા તથા ડીવાય.એસ.પી. મીત રૂદલાલની સૂચના અને સાયબર ક્રાઈમ પી.આઈ.
રાઠોડની રાહબરી હેઠળ આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. પકડાયેલા આરોપીઓમાં
મુરુભા સુકાભા માણેક, ડીનેશભા જાદવભા મકવાણા, પરબતભા નવઘણભા માણેક, નાથાભા પબુભા હાથલ,
ભરત બબા માણેક, હેમંતસંગ રામસંગભા માણેક, માંડણભા જીલુભા માણેક, રાજુ દુદા ડોડીયા,
સામુબાઈ બુધાભા નાયાણી, પરેશ પબા વેગડા, નાગાજણ કારા લધા, ધનરાજાસિંહ લુણાભા માણેક
તેમજ અન્ય 7 જેટલા કાયદાથી સંઘર્ષિત કિશોરોનો સમાવેશ થાય છે.