• રવિવાર, 12 જુલાઈ, 2026

અંટાળિયામાં સિંહની પજવણી કરનાર બન્ને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર

ગુનાના પુરાવાનો નાશ કરવા મોબાઈલમાંથી તમામ ડેટા ડિલીટ કરી નાખ્યો

અમરેલી, તા.11 : જિલ્લાના લીલિયા રેન્જ હેઠળ આવતા અંટાળિયા વિસ્તારમાં બે દિવસ પહેલા રાત્રીના સમયે સિંહના માટિંગ દરમિયાન ગેરકાયદે સિંહ દર્શન કરી વન્યજીવને પરેશાન કરવા જતાં સિંહના હુમલામાં 21 વર્ષીય સોહિલ મુંજાવરનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાના પગલે રાજ્ય સરકારના કડક આદેશ બાદ લીલિયા વન વિભાગે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

પકડાયેલા શખસોએ શરૂઆતમાં ગોળ ગોળ જવાબ આપ્યા હતા પરંતુ કડક પૂછપરછ દરમિયાન કબૂલાત પણ કરી હતી કે, તેઓ ગેરકાયદે દર્શન માટે જ ઘટના સ્થળે ગયા હતા. આરોપીઓ પાસે રહેલા મોબાઈલમાં કેટલાક પુરાવા હોવાથી આ ગુનાના પુરાવાનો નાશ કરવા મોબાઈલમાંથી તમામ ડેટા ડિલીટ કરી નાખ્યો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. સિંહની પજવણી કરનારા યશરાજાસિંહ વાજા રાઠોડ અને રેહાનખાન પઠાણ વનવિભાગની ગિરફતમાં છે. આ બન્ને આરોપીને કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક