બોટમાં 32 ભારતીય સહિત કુલ 36 લોકો હતાં: બચાવ અને શોધખોળ ચાલુ, નૌકા પલટવાનાં કારણની તપાસ
નવી
દિલ્હી, તા.11: વિયતનામમાં ભારતીય પર્યટકોને લઈ જતી એક નૌકા ડૂબવાની દર્દનાક દુર્ઘટના
બની છે અને આમાં 1પ લોકોનાં મૃત્યુની આશંકા છે. આજે ફુ ક્વોક ટાપુ પાસે ભારતીય પ્રવાસીઓને
લઈને નીકળેલી એક બોટ ઓચિંતા પલટી ગઈ હતી. આ ઘટના પછી સમગ્ર વિસ્તારમાં મોટાપાયે શોધખોળ
અને બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ભારતીય દૂતાવાસ દ્વારા પણ સમગ્ર સ્થિતિ ઉપર
બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.
હનોઈમાં
ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર ફુ ક્વોક દ્વીપ પાસે આ દુર્ઘટના
બની હતી. દુર્ઘટનાનું કારણ અને તેમાં સવાર લોકોની ચોક્કસ જાણકારીઓ હજી મેળવાઈ રહી છે.
પ્રભાવિત પરિવારોની મદદ માટે હો ચી મિન્હ શહેર સ્થિત ભારતીય દૂતાવાસમાં કંટ્રોલ રૂમ
શરૂ કરવામાં આવ્યો છે. સ્થાનિક મીડિયાનાં અહેવાલ અનુસાર આમાં 1પ લોકોનાં મૃત્યુ નીપજ્યા
છે. આજે બપોરે એકાદ વાગ્યાનાં સુમારે ઓશન પીયર આયલેન્ડ કંપની દ્વારા સંચાલિત સ્પીડ
બોટ હોન મે રટ નામક જગ્યાએ પર્યટકોને લઈને ગઈ હતી અને ત્યાંથી એન થોટ પોર્ટ તરફ જઈ
રહી હતી. આ દરમિયાન ફુ ક્વોક ટાપુ નજીક મોન મે રટ એંગ્વાઈ નામનાં સ્થાનથી આશરે 400
મીટરનાં અંતરે આ હોડી પલટી ગઈ હતી અને તેમાં સવાર તમામ લોકો સમુદ્રમાં ગબડી ગયા હતાં.
આ બોટમાં
32 ભારતીય પ્રવાસીઓ અને ચાર ચાલકદળનાં સદસ્ય હતાં. આમાંથી 1પનાં મૃત્ય થયાનું કહેવાય
છે પણ હજી સુધી તેની અધિકૃત પુષ્ટિ થઈ નથી. આ નૌકા ડૂબી ત્યારે આસપાસથી પસાર થતી બોટનાં
લોકોએ પણ તુરંત ડૂબતા લોકોને બચાવવાનાં પ્રયાસો શરૂ કર્યા હતાં. બચાવ દળ પણ પાંચેક
મિનિટમાં જ ત્યાં પહોંચી ગયું હતું પણ ઘણાં લોકો પલટી ગયેલી બોટમાં જ ફસાયેલા હોવાનાં
કારણે બચાવ કામગીરીમાં અવરોધો પેદા થયા હતાં.