• રવિવાર, 12 જુલાઈ, 2026

જૂનાગઢ બાયપાસ પર બંધ ટ્રક સામે કાર ઘૂસતા 6નાં મૃત્યુ

સોમનાથ દર્શને જતા અમદાવાદ-વાવ-થરાદના પરિવારને રસ્તામાં જ કાળ ભેટયો !

જૂનાગઢ, તા.11 : અમદાવાદ અને વાવ થરાદનો પરિવાર અટિકા કારમાં સોમનાથ દર્શને જઈ રહ્યો હતો ત્યારે જૂનાગઢ નવા બાયપાસ ઉપર બંધ ટ્રકમાં કાર ઘૂસી જતાં દંપતી સહિત છ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને પાંચને ઇજા પહોંચતા વિસ્તારમાં અરેરાટી પ્રસરી ગઈ છે.

આ બનાવની વિગત પ્રમાણે અમદાવાદ અને વાવ થરાદનો પરિવાર અર્ટિગા કારમાં સોમનાથના દર્શને જઈ રહ્યા હતા ત્યારે વહેલી સવારે જૂનાગઢ બાયપાસ ઉપર જીઇબીનો સામાન ભરવા આવેલો ટ્રક રસ્તાની સાઇડમાં બંધ પડયો હતો, તેમાં કાર ચાલકે ઓવરટેકની લ્હાયમાં બંધ ટ્રકમાં કારને ધડાકાભેર ઘુસાડી દેતા દેતા ચારની ઘટના સ્થળે જ મરણચીસ નીકળી હતી.

આ બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108ને જાણ કરતા તે તથા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી ઘવાયેલાઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા તેમાં ફરજ પરના ડોક્ટરોએ વિરમગામના શૈલેષ દયારામ દલવાડી (ઉં.વ. 30) તેમના પત્ની પૂજાબેન શૈલેષ દલવાડી (ઉં.28) તથા તેમની છ માસની પુત્રી રાહી શૈલેષ દલવાડી તથા અમદાવાદના પ્રકાશ જીતુલાલ બારોટ (ઉં.વ. 35), રાજુભાઈ નાથાભાઈ બારોટ (ઉં.વ. 55) અને વાવ થરાદના મંજુબેન જીતુભાઈ બારોટ (ઉં.વ. 45)નાં મૃત્યુ થયાં હતાં.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કારચાલક ઓવરટેક કરવા જતા સામેની સાઇડમાં બંધ પડેલ ટ્રકમાં કાર ઘૂસી જતાં દુર્ઘટના સર્જાઈ હતી. ઘવાયેલા અમૃતભાઈ મોહનભાઈ બારોટ (ઉં.વ.35, વાવ થરાદ), હર્ષ અમૃત બારોટ (ઉં.વ.13), યશરાજ (ઉં.વ.10) માસ અને બે મહિલાઓને ઇજા થઈ હતી તેઓને સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં એક બાળક નો હેમખેમ બચાવ થયો હતો.

આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં જ સવાર ચાર લોકોના સ્થળ ઉપર મૃત્યુ થયા હતા. મૃતકેને મહા મહેનતે કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

 જૂનાગઢ બાયપાસ રક્ત રંજીત થતા વિસ્તારમાં અરેરાટી પ્રસરી ગઈ છે. તાલુકા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

 

કારચાલક ઓવરટેક કરવા જતા અકસ્માત, એક બાળક હેમખેમ

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કારચાલક ઓવરટેક કરવા જતા સામેની સાઇડમાં બંધ પડેલ ટ્રકમાં કાર ઘૂસી જતાં દુર્ઘટના સર્જાઈ હતી. ઘવાયેલા અમૃતભાઈ મોહનભાઈ બારોટ (ઉં.વ.35, વાવ થરાદ), હર્ષ અમૃત બારોટ (ઉં.વ.13), યશરાજ (ઉં.વ.10 માસ) અને બે મહિલાઓને ઇજા થઈ હતી તેઓને સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં એક બાળકનો હેમખેમ બચાવ થયો હતો.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક