• રવિવાર, 12 જુલાઈ, 2026

લોર્ડસ ટેસ્ટ ઃ ભારતની પકડ મજબૂત

-ઈંગ્લેન્ડની મહિલા ટીમ 170માં ઓલઆઉટ થતા ભારતને 115 રનની લીડ સ્મૃતિ-શેફાલીની મજબૂત શરૂઆત

લંડન, તા. 11 ઐતિહાસિક લોર્ડસના મેદાનમાં ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ટીમ વચ્ચે ટેસ્ટ મેચ ચાલી રહ્યો છે. જેમાં ઈંગ્લેન્ડની ટીમ નેટ સિવર બ્રન્ટ અને એમી જોન્સના સંઘર્ષ બાદ 170 રનમાં ઓલઆઉટ થઈ હતી. સાથે ભારતીય ટીમને 115 રનની લીડ મળી હતી. ભારત તરફથી ક્રાંતિ ગૌડે તરખાટ મચાવતા પાંચ વિકેટ લીધી હતી.

ભારતે પહેલી ઈનિંગમાં 285 રન કર્યા બાદ ઈંગ્લેન્ડે ઈનિંગની શરૂઆત કરી હતી. એક સમયે માત્ર 47 રનમાં ચાર વિકેટ ગુમાવ્યા બાદ કેપ્ટન નેટ બ્રન્ટ અને એમી જોન્સે બાજી સંભાળી હતી. બન્ને વચ્ચે 84 રનની મહત્વની ભાગીદારી થઈ હતી. જો કે એમી જોન્સની વિકેટ પડÎ બાદ ઈંગ્લેન્ડની ટીમ લાંબો સ્કોર કરી શકી નહોતી. એમી 52 રન કરીને આઉટ થયાના અમુક સમયમાં બ્રન્ટ પણ 44 રન કરીને પેવેલિયન પરત ફરી હતી. બાદમાં કોઈપણ ખેલાડી ટકી શકી નહોતી અને ઈંગ્લેન્ડની ટીમ 170 રનમાં ઓલઆઉટ થઈ હતી. 115 રનની લીડ સાથે ભારતે બીજી ઈનિંગ શરૂ કરી હતી. જેમાં સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ મજબૂત શરૂઆત અપાવી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક