• રવિવાર, 12 જુલાઈ, 2026

ટ્રમ્પ-ખોમેની વચ્ચે જુબાની જંગ

નવા નેતા મોજતબાએ કહ્યું, પિતાના મોતનો બદલો લેશું: ટ્રમ્પે કહ્યું, મારી હત્યાનો પ્રયાસ કર્યો, તો ઈરાન ખતમ: 1000 મિસાઈલ તૈનાત

તહેરાન/વોશિંગ્ટન, તા.11 :  ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી સંઘર્ષ વચ્ચે બંને દેશના નેતાઓ વચ્ચે જુબાની જંગ પણ તીવ્ર બન્યો છે.  ઇરાનના નવા સર્વોચ્ચ નેતા મુજતબા ખોમેનીએ તેમના   દિવંગત પિતાના મોતનો બદલો લેવાની ધમકી આપી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ધમકીભર્યા સૂરમાં જણાવ્યું હતું કે જો ઈરાન તેમની હત્યાનો પ્રયાસ પણ કરશે તો સમગ્ર દેશને નષ્ટ કરી દેવાશે. અમે એક હજાર મિસાઈલ તૈનાત કરી છે.

પિતા અયાતુલ્લા અલી ખોમેનીની અંતિમક્રિયા બાદ પ્રથમ વખત દેશજોગ સંદેશમાં મુજતબા ખોમેનીએ જણાવ્યું હતું કે, હું મારા પિતાના નિર્દોષ લોહીનો બદલો ચોક્કસપણે લઈશ, અને આ જ અમારા સમગ્ર દેશની પણ ઈચ્છા છે.

મુજતબાએ અંતિમ સંસ્કારમાં ઉમટી પડેલા લાખો લોકોનો આભાર માન્યો હતો અને પોતાના પિતાને શ્રદ્ધાંજાલિ અર્પી હતી. તેમણે ઉમેર્યું કે, જનમેદનીની આ વિશાળ હાજરીએ દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યો છે અને આ એક ઐતિહાસિક ક્ષણ હતી.

બીજી તરફ, આ મામલે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું અત્યંત આક્રમક નિવેદન સામે આવ્યું છે. ટ્રમ્પે ચેતવણી આપતા કહ્યું છે કે, જો ઇરાને તેમની હત્યા કરવાનો સહેજ પણ પ્રયાસ કર્યો, તો ઇરાનને સંપૂર્ણપણે તબાહ કરી દેવામાં આવશે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું કે, ઇરાન તરફ 1000 મિસાઇલો તૈનાત છે અને જો જરૂર પડશે તો આવી હજારો વધુ મિસાઇલો દાગવામાં આવશે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે  જો ઈરાને તેમના પર હુમલો કર્યો તો તેને સંપૂર્ણ નષ્ટ કરી દેવામાં આવશે. તેમણે દાવો કર્યો હતો કે જવાબી કાર્યવાહીના આદેશ અગાઉ?જ આપી દેવામાં આવ્યો છે અને અમેરિકી સેના સંપૂર્ણ તૈયાર છે.

દરમ્યાન, ઈઝરાયલી મીડિયા કાન ન્યૂઝના અહેવાલ અનુસાર અમેરિકાએ ઈઝરાયલથી પોતાના 12 એફ-22 સ્ટીલ્થ ફાઈટર જેટ પરત બોલાવવાના શરૂ કર્યા?છે. આ વિમાન ગત ફેબ્રુઆરી મહિનાથી ઈઝરાયલના ઓવદા એરબેઝ પર હતાં.

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ)એ હોર્મુઝથી પસાર થનારાં  જહાજો પર તેનું સંપૂર્ણ નિયંત્રણ હોવાના ઈરાનના દાવાને ફગાવી દીધા હતા. સેન્ટકોમે કહ્યું હતું કે અત્યાર સુધીમાં 800થી વધુ વ્યાપારી જહાજ અને 38 કરોડ બેરલ ક્રૂડ તેલ હોર્મુઝ પસાર કરી ગયા છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક