• રવિવાર, 12 જુલાઈ, 2026

પાછો ફર્યો કોરોના ? ચાર વર્ષ બાદ દેશમાં સંક્રમણથી બે મૃત્યુ

-આંધ્ર પ્રદેશના વિજયવાડામાં ચિંતા પ્રસરી ચાર દરદીમાં જોવા મળ્યા કોરોનાના લક્ષણો

વિજયવાડા, તા. 11 આંધ્ર પ્રદેશના વિજયવાડામાંથી ફરી એક વખત કોરોના સંબંધિત ચિંતાજનક અહેવાલ સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લાં ચાર વર્ષથી કોરોનાનાં કારણે એક પણ મૃત્યુ નોંધાયા નહોતા. જો કે હવે કડપ્પા જિલ્લામાં કોરોના સંક્રમણનાં કારણે બે લોકોનાં મૃત્યુ થયાં છે જ્યારે ચાર નવા સંક્રમિત પણ મળી આવ્યા છે. બનાવ બાદ સ્થાનિક સ્વાસ્થ્ય વિભાગે પૂરા જિલ્લામાં દેખરેખ વધારી છે અને તપાસ પણ શરૂ કરવામાં આવી છેસ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ અનુસાર ચારેય સંક્રમિત દરદીમાંથી ત્રણની તબિયત વધારે ખરાબ નથી. માટે ઘરે ક્વોરન્ટીન રાખવાની સલાહ આપવામાં આવી છે. જ્યારે ચોથા દરદીમાં કોરોનાના લક્ષણ વધારે જોવા મળતા કડપ્પાની સ્થાનિક હોસ્પિટલમાં ભરતી કરીને સારવાર શરૂ કરવામાં આવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક