• શનિવાર, 11 જુલાઈ, 2026

સ્મૃતિ સદી ચૂકી: હરમન અને દીપ્તિની અર્ધસદી

ઇંગ્લેન્ડ સામેના લોર્ડસ ટેસ્ટમાં ભારતીય મહિલા ટીમ 273 રને ઓલઆઉટ

લંડન, તા.10: ઐતિહાસિક લોર્ડસ મેદાન પર પહેલીવાર રમાઇ રહેલ મહિલા ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતીય મહિલા ટીમ પ્રથમ દાવમાં 74.પ ઓવરમાં 285 રને ઓલઆઉટ થઇ હતી. સ્મૃતિ મંધાના સદી ચૂકી 108 દડામાં 11 ચોક્કા-1 છક્કાથી 83 રને આઉટ થઇ હતી. હરમનપ્રિત કૌરે પ8 રનની કેપ્ટન ઈનિંગ રમી હતી અને સ્મૃતિ સાથે ચોથી વિકેટમાં 89 રનની ભાગીદારી કરી હતી.  જયારે દીપ્તિ શર્માએ પ7 રનની ઇનિંગ રમી હતી.

ટોસ જીતી ઈંગ્લેન્ડે બોલિંગ પસંદ કરી હતી. ભારતની શરૂઆત નબળી રહી હતી અને શેફાલી વર્મા ઝીરોમાં આઉટ થઇ હતી. આ પછી યાસ્તિકા ભાટિયા 12 રને પાછી ફરી હતી. 37 રનમાં 2 વિકેટ પડી ગયા બાદ સ્મૃતિ મંધાના અને જેમિમા રોડ્રિગ્સ વચ્ચે ત્રીજી વિકેટમાં 64 રનની ઉપયોગી ભાગીદારી થઇ હતી. જેમિમા સેટ થયા પછી 3પ રને આઉટ થઇ હતી જ્યારે ઋચા ઘોષ 13 રને આઉટ થઇ હતી. ઈંગ્લેન્ડ મહિલા ટીમ તરફથી લોરેન બેલ, ઇસી વોંગ અને મેડી વિલિયર્સે 2-2 વિકેટ લીધી હતી. ભારતીય મહિલા ટીમ તરફથી શ્રી ચરણીએ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક