• રવિવાર, 12 જુલાઈ, 2026

હવે મોદી ફોન પણ ઉઠાવતા નથી ’ ઃ પાક સલાહકારનું દર્દ

-શાહબાઝ શરીફના સલાહકારે કહ્યું, પાકે મિત્રતાની તક ગુમાવી

નવી  દિલ્હી, તા.11 પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના વિશેષ સલાહકાર રાણા સનાઉલ્લાહ  ખાને ચોંકાવનારાં પગલાંમાં ભારતના  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવાની સાથે ભારત સાથે સંબંધ ખરાબ કરવા માટે પાકિસ્તાની નેતાઓને જવાબદાર ગણાવ્યા હતા. પાકિસ્તાની ટીવી ચેનલ પર એક કાર્યક્રમ દરમ્યાન રાણા સનાઉલ્લાહ  ખાને જણાવ્યું હતું કે ભારત  સાથે મિત્રતાની પાકિસ્તાન પાસે  સારી તક હતી પરંતુ પીએમ મોદીના અંધા વિરોધના ચક્કરમાં પાકિસ્તાને બધું ગુમાવી  દીધું હતું. આજે મોદી આપણા ફોન ઉઠાવતા નથી તો તેના જવાબદાર આપણે જાતે છીએ.  પાકિસ્તાનના સમા ટીવી પર આયોજિત એક કાર્યક્રમ દરમ્યાન રાણાએ 2015માં પીએમ મોદીની લાહોર યાત્રાનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે પાકિસ્તાન પાસે બહુ મોટી તક હતી. એન્કરે જ્યારે તેમને પૂછ્યું કે શું ઈસ્લામાબાદ આજે ટ્રેક-ટુ રાજનીતિ હેઠળ નવી દિલ્હીથી સંપર્ક કરી રહ્યું છે તો રાણાએ જવાબમાં કહ્યું હતું કે પરદા પાછળની કુટનીતિ કયારેય બંધ થતી નથી.

ઇ-પેપરના નવા શુલ્ક