લંડન,
તા.10: ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ વિમ્બલ્ડનના મહિલા સિંગલ્સ ફાઇનલમાં આ વખતે ઝેક
ગણરાજ્યની બે ખેલાડી આમને-સામને હશે. ટૂર્નામેન્ટના ઇતિહાસમાં 19 વર્ષ બાદ એક જ દેશની
બે ખેલાડી ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા 2009માં અમેરિકાની સેરેના અને વિનસ વિલિયમ્સ
વચ્ચે ફાઇનલ મુકાબલો થયો હતો. હવે આ વખતે ઝેક ગણરાજયની ખેલાડી કેરોલિના મૂચોવાની ટકકર
હમવતન ખેલાડી લિંડા નોસ્કોવા વિરુદ્ધ થશે. નોસ્કોવાનો બીજા સેમિ ફાઇનલમાં યૂક્રેનની
ખેલાડી માર્તા કોસ્ત્યુક સામે 6-4 અને 6-4થી વિજય થયો હતો. મૂચોવાએ આ પહેલા અમેરિકી
ખેલાડી કોકો ગોફને 6-2, 1-6 અને 7-6થી હાર આપી ફાઇનલમાં જગ્યા બનાવી હતી. મહિલા સિંગલ્સનો
ફાઇનલ મુકાબલો શનિવારે રમાશે.